ધિ યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલીઝીયસ ફ્રીડમ (USCIRF)એ નાગરીકતાની પ્રક્રિયા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આસામમાં લાંબા સમયથી રહેતા આશરે 20 લાખ લોકો થોડા જ સમયમાં કોઈ પણ દેશના નાગરિક નહી રહે. સાથે જ આક્ષેપ કર્યો કે તેમની નાગરીકતા નિષ્પક્ષ, પારદર્શી અને સુશાસિત પ્રક્રિયા વિના નષ્ટ કરવામાં આવી રહી છે.
એન.આર.સી.ની ધાર્મિક સ્વતંત્રતા પર એક રિપોર્ટમાં USCIRFએ કહ્યું કે નવી યાદીમાં 19 લાખ લોકોના નામ નથી. રિપોર્ટમાં એ વાત પર ચિંતા વ્યક્ત કરાઈ કે કઈ રીતે આ સમગ્ર પ્રક્રિયામાં ફક્ત મુસ્લિમ સમુદાયને જ ટાર્ગેટ કરાઈ છે.
USCIRF કમિશ્નર અનુરિમા ભાર્ગવે સંયુક્ત આયોગ સમક્ષ કહ્યું કે, આસામમાં લાંબા સમયથી રહેતા 20 લાખ લોકો ટુંક સમયમાં કોઈ પણ દેશના નાગરિક નહી ગણાય. ખોટી રીતે તેમની નાગરિકતા છીનવાઈ રહી છે.
ભાર્ગવે કહ્યું કે તેનાથી ખોટુ તો એ છે કે ભારતના રાજકીય અધિકારીઓએ આસામમાં મુસલમાનોને અલગ કરવા અને ત્યાંથી બહાર કાઢવા માટે NRC પ્રક્રિયાનો ઉપયોગ કરી રહ્યાં છે.