ચંડીગઢઃ અમેરિકામાં આતંકવાદી સંગઠન માટે ભંડોળ એકત્ર કરવા બદલ દોષિત અલ કાયદાના આતંકી મોહમ્મદ ઇબ્રાહિમ ઝુબૈરને તેની સજા પુરી થયા બાદ ભારતને સોંપવામાં આવ્યો છે.
જાસુસી અધિકારીઓએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા 167 અન્ય ભારતીયોની સાથે તેને ભારત મોકલવામાં આવ્યો છે.
ઓળખાણ ન બતાવવાની શરતે જાસુસી અધિકારીએ જણાવ્યું કે, ઇબ્રાહિમ ઝુબૈરને 19 મેના એક વિશેષ ફ્લાઇટથી અમૃતસર લાવવામાં આવ્યો હતો, જ્યાં તેને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યો છે.
વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે, તેલંગાણાની રાજધાની હૈદરાબાદના એક એન્જિનિયર ઝુબૈરને 2011માં આતંકીઓને ભંડોળ પુરું પાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમણે 2009માં અલકાયદા નેતા અનવર અલ-અવલાકી માટે ભંડોળ એકઠું કરવાના ગુનામાં દોષી ગણાવ્યો હતો.
અમેરિકી ન્યાય વિભાગ અનુસાર ઝુબૈર પર ઇરાકમાં અમેરિકી સૈન્ય કર્મીઓ વિરુદ્ધ હિંસક જિહાદનું સમર્થન કરવા માટે આતંકવાદને ભંડોળ પુરૂં પાડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
2018માં અમેરિકી ન્યાય વિભાગ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ વિજ્ઞાપત અનુસાર ઇબ્રાહિમ મોહમ્મદે 2001થી 2005 સુધી ઇલિનોઇસ વિશ્વવિદ્યાલય ઉરબાના-શૈમ્પેન વિશ્વવિદ્યાલયમાં એન્જિનિયરિંગ કર્યું હતું. 2006ની આસપાસ તે ટોલેડો, ઓહિયોમાં ચાલ્યો ગયો હતો અને એક અમેરિકી નાગરિક સાથે લગ્ન કર્યા હતા. જે બાદ તે અમેરિકાના કાયદેસર કાયમી રહેવાસી બન્યો.