હૈદરાબાદ: અમેરિકામાં હતો ત્યારે અલ કાયદાને આર્થિક ટેકો આપનારા ઝુબૈર અહેમદને હૈદરાબાદમાં ક્વોરેન્ટાઇન કરવા ભારત મોકલવામાં આવ્યો છે. પાંચ વર્ષની સજા ભોગવ્યા બાદ ઝુબેર હૈદરાબાદ પરત ફર્યો છે. તે હાલમાં અલવાલ પોલીસ સ્ટેશનના હસ્મતપેટ વિસ્તારમાં રહે છે.
નોંધનીય છે કે, ઝુબેર, હૈદરાબાદના ટ્રોલહૂકીની પેરામાઉન્ટ કોલોનીમાં એન્જિનિયરિંગ કારકીર્દિ પૂર્ણ કર્યા પછી 2000 માં અમેરિકા ગયો હતો. ત્યાં તેણે એક અમેરિકન છોકરી સાથે લગ્ન કર્યા અને ત્યાં સ્થાયી થયો હતો.
2016 માં, યુએસ સરકારે આક્ષેપ કર્યો હતો કે, ઝુબેરના ભાઈઓ આસિફ અહમદ સલીમ અને સુલતાન સલીમે અલ કાયદાને નાણાં આપ્યા હતા.
યુ.એસ. કેસના પગલે ઝુબૈર અહેમદને પાંચ વર્ષ કેદની સજા અને તેના ભાઈ સહિતના બાકીના ગુનેગારોને 27 વર્ષની સજા ફટકારી હતી. તાજેતરમાં જ, યુએસ સરકારે ઝુબેરની સજા સમાપ્ત થવાને કારણે તેને મુક્ત કર્યો હતો.
ભારત આવ્યા પછી, ઝુબૈરને અમૃતસરમાં ક્વોરેન્ટેડ કરવામાં આવ્યો હતો. આ પછી, તેને હસ્મતપેટ વિસ્તારમાં લાવવામાં આવ્યો. હૈદરાબાદમાં તેની સામે કોઈ કેસ નથી.
મળતી માહિતી મુજબ ઝુબૈરના ઘરે પોલીસ સુરક્ષા આપવામાં આવી છે. હાલમાં તે ઘરે ક્યુરેન્ટાઇનમાં રહે છે.