નવી દિલ્હીઃ યૂપીએસસી (સંઘ લોક સેવા આયોગે) સિવિલ સેવા પરીક્ષા 2019ના પરિણામની જાહેરાત કરી છે. વધુમાં જણાવીએ તો સિવિલ સેવા પરીક્ષા વાર્ષિક રૂપે ત્રણ ચરણમાં આયોજિત કરવામાં આવે છે. પ્રારંભિક ચરણ, મુખ્ય ચરણ અને બાદમાં સાક્ષાત્કાર.
UPSC પરિણામ-2019 સંઘ લોક સેવા આયોગે સિવિલ સર્વિસ પરીક્ષા-2019નું પરિણામ જાહેર કર્યું છે. પ્રદીપ સિંહે યૂપીએસસી સિવિલ સેવા પરીક્ષા-2019માં ટૉપ કર્યું છે. બીજા સ્થાન પર જતિન કિશોર અને ત્રીજા સ્થાને પ્રતિભા વર્મા રહ્યાં છે.
યૂપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામ માટે ઇન્ટરવ્યું 20 જુલાઇએ શરૂ થયું હતું. જેનું પરિણામ મંગળવારે સવારે જાહેર કરવામાં આવ્યું હતું. અભ્યર્થી યૂપીએસસીની ઑફિશિયલ વેબસાઇટથી પોતાના રોલ નંબર અનુસાર પોતાના યૂપીએસસી સિવિલ સર્વિસનું પરિણામ જોઇ શકાય છે. વધુમાં જણાવીએ તો કોરોના વાઇરસ સંક્રમણને લીધે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે આ ઇન્ટરવ્યુ પહેલા સ્થગિત કરવામાં આવ્યાં હતાં.
યૂપીએસસીએ જો ઉમેદવાર નવી દિલ્હી સ્થિત આયોગના કાર્યાલય પહોંચ્યા હતા, તેમણે અહીં એક શિલ્ડ કિટ આપી હતી. આ કિટમાં એક ફેસ માસ્ક, ફેસ શીલ્ડ, સેનિટાઇઝરની એક બોટલ આપવામાં આવી હતી. આ બધો બંદોબસ્ત કોરોનાથી બચવા માટે કરવામાં આવ્યો હતો.