ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરઃ કટરામાં અનુભવાયા ભૂકંપના આંચકા, 4.0 તીવ્રતા સાથે ધુજી ધરતી - earthquake in jammu kashmir

જમ્મુ-કાશ્મીરમાં રિયાસી અને ડોડા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવયા હતા. આ બંને જગ્યામાં ધરતીકંપની તીવ્રતા 4.0 મપાઈ છે.

જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીર
author img

By

Published : Jun 30, 2020, 12:50 PM IST

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લા અંતર્ગત કટારા અને ડોડા જિલ્લામાં ભૂકંપના આચંકા અનુભવાયા હતા. ડોડાથી 84 કિલોમીટર પૂર્વમાં ધરતીકંપની તીવ્રતા રીક્ટર અનુસાર 4.0 નોંધાઈ છે.

ભૂકંપના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, ક્યાંયથી પણ જાન-માલ ગુમાવવાના સમાચાર સામે આવ્યાં નથી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત હરિયાણાના ઘણાં જિલ્લાઓ તેમજ બાહ્ય દિલ્હીના વિસ્તારોમાં પણ લોકોએ જમીનનું કંપન અનુભવ્યું હતું. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનો રોહતક હતું. જેની તીવ્રતા 2.8 હતી.

નોંધનીય છે કે, છેલ્લા બે-ત્રણ મહિનાથી દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં આશરે 18 વખત ભૂકંપના આચંકા અનુભવાયા છે. જેના વિશે ભૂ-વિજ્ઞાનિકે અગાઉથી આગાહી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.