લખનઉ: ઉત્તર પ્રદેશના કાનપુરના ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત સબ ઈન્સ્પેક્ટર કે.કે. શર્માએ સુપ્રીમ કોર્ટનો આશરો લીધો છે. તેમણે સર્વોચ્ચ અદાલતમાં એક અરજી દાખલ કરી છે કે તેમનો અને તેની પત્નીનો જીવ જોખમમાં છે અને તેઓ સુરક્ષા ઇચ્છે છે. શર્માએ માગ કરી છે કે આ સમગ્ર મામલાની તપાસ CBI દ્વારા કરવામાં આવે.
ગેંગસ્ટર વિકાસ દુબેને બાતમી આપવાના આરોપમાં કે. કે. શર્માની 8 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ આવવાની બાતમી આગાઉ મળી જતા ગેંગસ્ટર વિકાસ દુબ અને તેના સાથીઓ દ્વારા આઠ પોલીસ કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી.
કે.કે. શર્માએ કહ્યું છે કે, પોલીસ કસ્ટડીથી ભાગી જતા વિકાસ દુબે અને તેના સાથી પ્રભાત મિશ્રા, બફવા શુક્લા, અમર દુબે, પ્રેમ પ્રકાશ પાંડે અને અતુલ દુબેની હત્યા કરવામાં આવી હતી. જેથી તેના જીવને પણ જોખમ છે.
તેમણે કોર્ટને માહિતી આપી છે કે, જે મામલે તેની ધરપકડ કરવામાં આવી છે, તે કેસની FIRમાં તેનું નામ નથી.