શહડોલ, મધ્ય પ્રદેશઃ વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ યુપી એસટીએફએ વિકાસ દુબેના સાળા અને તેના પુત્રને છોડી દીધા છે. જે બાદ રાજુએ એમપી અને યુપી સરકારનો આભાર માન્યો છે અને કહ્યું છે કે, વિકાસ દુબેને તેના કર્મોની સજા મળી ગઈ. વિકાસ દુબેના સાળા જ્ઞાનેન્દ્ર નિગમ ઉર્ફે રાજુ અને તેના પુત્રને શહડોલ જિલ્લાના બુઢારથી પૂછપરછ માટે યુપી એસટીએફની ટીમે ઝડપી લીધા હતા. વિકાસ દુબેના એન્કાઉન્ટર પછી રાજૂની પત્નીએ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારને પુત્ર અને પતિને મુક્ત કરવા વિનંતી કરી હતી. જે બાદ આજે યુપી એસટીએફની ટીમે રાજૂ અને તેમના પુત્ર મયંકને મુક્ત કર્યા છે.
રાજુએ એમપી અને યુપી સરકારનો પણ આભાર માન્યો અને કહ્યું કે, વિકાસ દુબેને તેના કર્મોની સજા મળી ગઈ. રાજૂએ માહિતી આપી અને કહ્યું કે હું શાસ્ત્રી નગર કાનપુરનો રહેવાસી હતો. મારા ઘરથી થોડે આગળ વિકાસ દુબે તે વિસ્તારમાં રહેતો હતો. જેની સાથે હું મિત્ર બન્યો અને મિત્રતા પછી તેણે મારી બહેન સાથે લગ્ન કર્યા. થોડા સમય પછી દુબેના ઘરે જવાનું ઓછું થઈ ગયું. તેમણે કહ્યું કે, મારું સાસરું અહીં કરકટીમાં છે.
હું 3 તારીખે સવારે ટીવી જોતો હતો, જ્યારે ટીવીમાં આ ઘટના વિશે જાણવા મળ્યું. બીજા દિવસે મારા દીકરાને યુપી એસટીએફની ટીમ લઇ ગઈ. હું એડિશનલ એસપી પાસે પહોંચ્યો, ત્યારબાદ મને પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યો અને હું પોલીસ સ્ટેશનમાં બેઠો રહ્યો. ત્યાંથી એસટીએફની ટીમ આવી અને મને લઈ ગઈ. તે પછી, જ્યાં મારો છોકરો હતો, તે લોકો પણ મને ત્યાં લઈ ગયા અને મારી પૂછપરછ કરી. પછી જ્યારે તે લોકો સંતુષ્ટ થયા, ત્યારે તેઓએ મને અને મારા પુત્રને છોડી દીધા.