લખનઉઃ બલરામપુર ભાજપના મહિલા મોર્ચાના જિલ્લા પ્રમુખ મંજુ તિવારીને હવામાં ફાયરિંગ કરવાનું મોંઘુ પડ્યુ હતું. કોરોના સામેની લડાઈમાં વડાપ્રધાન મોદીએ 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે 9 મીનિટ સુધી દીવો કે મીણબતી પ્રગટાવવા અથવા મોબાઈલની ફ્લેસ લાઈટ ઓન કરી એકતોનો સંદેશો આપવા અપીલ કરી હતી. પરંતુ ઉત્સાહીત આ મહિલા નેતાએ હવામાં ફાયરિંગ કર્યુ હતું. જેમનો વીડિયો વાઈરલ થયો હતો. જે બાદ કોતવાલી પોલીસે મહિલા નેતા સામે વિસ્ફોટક સામગ્રીનો દુરુપયોગ કરવા બદલ ગુનો દાખલ કર્યો હતો.
એક બાજુ પોલીસે આ મહિલા નેતા સામે કાર્યવાહી શરૂ કરી છે. બીજી બાજુ પાર્ટી દ્વારા તેમને પદ પરથી દુર કરી શિસ્તભંગના પગલાં લેવાયા છે.