મહારાષ્ટ્રઃ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ભીમા કોરેગાંવ મામલાની તપાસ કેન્દ્રને સોપવા બાબતે નિવેદન આપતા જણાવ્યું કે, યલગાર પરિષદ અને ભીમા કોરેગાંવ બંને અલગ મુદ્દા છે. ભીમા કોરેગાંવ મુદ્દો દલિતો સાથે સંકળાયેલો છે. આ મામલે તપાસ કેન્દ્રને સોપવામાં આવી નથી. કેન્દ્રને આ મામલાની તપાસ સોપવામાં આવશે પણ નહીં. આ સાથે ઠાકરેએ કહ્યું કે, યલગાર પરિષદ મામલાની તપાસ કેન્દ્રને સોપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ રાજ્ય સરકારે વિવાદીત તપાસની જવાબદારી કેન્દ્ર સરકારની સંસ્થા NIA (નેશનલ ઈનવેસ્ટિગેશન એજન્સી)ને સોંપી છે.