શનિવારે દિલ્હીમાં કોંગ્રેસ દ્વારા આયોજીત 'દેશ બચાવો' રેલીમાં રાહુલ ગાંધીએ વીર સાવરકર ઉપર કરેલી ટિપ્પણીના સંદર્ણમાં રંજીત સાવરકરે આ વાત જણાવી હતી.
રાહુલ ગાંધીએ રેલીમાં 'મેક ઈન ઈન્ડિયા'ને 'રેપ ઈન ઈન્ડિયા' કહ્યું હતું. જેને લઈને ભાજપ તરફથી રાહુલ ગાંધી માફી માગે તેવી માગણી કરવામાં આવી હતી. જોકે રાહુલ ગાંધીએ ભાજપની માફી માગવાની માગણી નકારતા કહ્યું હતું કે, 'તેનું નામ રાહુલ ગાંધી છે, રાહુલ સાવરકર નહીં. તે પોતાના નિવેદન અંગે માફી નહીં માગે'.
રવિવારે રંજીત સાવરકરે મહારાષ્ટ્રના સીએમ ઠાકરેને તેમનું પહેલાનું નિવેદન યાદ કરવ્યું હતું, જેમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, 'સાવરકરનું અપમાન કરનારાની સાર્વજનિકરુપે ચાર રસ્તા પર પીટાઈ કરવી જોઈએ'.
રંજીત સાવરકરે વધુમાં કહ્યું કે, 'રાહુલ ગાંધી મારા દાદા વીર સાવરકર પર સતત આરોપ લગાવી રહ્યાં છે કે, તેમણે અંગ્રેજોની માફી માગી હતી, જે વાત સાચી નથી. મારા દાદાએ જેલમાંથી છોડવા અંગ્રેજો દ્વારા મુકવામાં આવેલી શર્તો સ્વીકાર કરી હતી, તેમણે ક્યારેય અંગ્રેજોની ગુલામીનો સ્વીકાર કર્યો નહતો'.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં શિવસેના 'મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકાર'નું નેતૃત્વ કરી રહી છે, જેમાં કોંગ્રેસ અને એનસીપી સહયોગી પાર્ટીઓ છે.