નવી દિલ્હીઃ ગાઝિયાબાદમાં પોલીસકર્મીઓની મુશ્કેલીઓ વધી રહી છે. એક અહેવાલ મુજબ, ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનના 2 હેડ કોન્સ્ટેબલને કોરોના ચેપ લાગ્યો છે. જેમને હાલ સારવાર હેઠળ ખસેડાયા છે. તો બીજી તરફ ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં ખડભડાટ માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે, થોડા દિવસ પહેલા સાહિબાબાદ પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીને કોરોના સંક્રમિત હતા.
અધિકારીઓ પોલીસ કર્મચારીઓની તબિયત અંગે સતત અપડેટ લઈ રહ્યા છે. ગાઝિયાબાદની SSP કલાનિધિ નૈથાની પણ પોલીસ કર્મચારીઓને ચેપથી બચાવવા માટે સતત કામ કરી રહી છે. પોલીસ જવાનો માટે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. લોકોના હિત માટે પોલીસકર્મીઓને મોટાભાગના હોટસ્પોટ વિસ્તારોમાં પણ જવું પડે છે, જ્યાં તેમને ચેપનું જોખમ રહેલું છે.
પોલીસ સ્ટેશનમાં સેનિટાઈઝનું કામ
ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશન સહિત તમામ પોલીસ મથકોમાં અને ફાયર બ્રિગેડના વાહનો પણ સ્વચ્છતા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, સાહિબાદબાદના બે પોલીસકર્મીઓની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગાઝિયાબાદમાં પોલીસકર્મીઓ જ નહીં, આરોગ્ય કર્મચારીઓ પણ સંક્રમણમાં ઝપેટમાં આવી રહ્યાં છે. જેથી સૌ કોઈ કોરોના વોરિયર્સ માટે પ્રાર્થના કરી રહ્યાં છે.