ભોપાલઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, એવામાં ગાંધી મેડિકલ કૉલેજના બે જૂનિયર ડૉકટરો કોરોનાથી સંક્રમિત થતાં ભયનો માહોલ છવાયો છે. આ બંને જૂનિયર ડૉકટરોની રિપોર્ટ મોડી રાત્રે પોઝિટિવ આવ્યો હતો. જે બાદ ગાંધી મેડિકલ કૉલેજમાં ભયની સ્થિતિ જોવા મળી રહી છે.
વધુ જાણકારી અનુસાર બે જૂનિયર ડૉકટરોમાં 1 ગાયનીક વિભાગમાં પીજી દ્વિતીય વર્ષની વિદ્યાર્થીની છે અને બીજી પીએસએમ વિભાગમાં પોજી દ્વિતીય વર્ષની વિદ્યાર્થીની છે. આ બંને જૂનિયર ડૉકટરોના સંક્રમિત થવાથી જીએસી અને સુલ્તાનિયા હોસ્પિટલમાં ડૉકટર અને નર્સિંગ સ્ટાફની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ રિપોર્ટ સામે આવ્યા બાદ રાત્રે 11 કલાકે જ ઓફિસમાં જરૂરી બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં એ ચર્ચા કરવામાં આવી કે, કેટલા ડૉક્ટર્સ, નર્સ, દર્દીઓ અને સામાન્ય લોકો આ બંને જૂનિયર ડૉકટરના સંપર્કમાં આવ્યા હશે તે તમામને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. આ બંને વિદ્યાર્થીનીઓ રાજધાનીમાં જ પોતાના ઘરમાં રહેતી હતી. આ બેઠક દરમિયાન જણાવવામાં આવ્યું કે, આ બંને ડૉકટર્સના સંપર્કમાં લગભગ 250થી વધુ લોકો આવી શકે છે.
સંક્રમિત ડૉકટરોમાં એક ડૉક્ટરની ડ્યુટી સુલ્તાનિયા જનાના હોસ્પિટલમાં અલગ-અલગા દિવસોમાં વોર્ડ તેમજ ઓટીમાં હતી, જે ઉપરાંત તે અન્ય જગ્યાએ પર પણ જવું પડ્યું હતું. વોર્ડમાં દર્દીઓની સંભાળ રાખી રહી હતી. લૉકડાઉન થયા બાદ પણ સુલ્તાનિયામાં દરરોજ લગભગ 25 સામાન્ય અને 12થી 15 સીઝ ડિલિવરી થઇ રહી છે.
આ ઉપરાંત બીજી ડૉક્ટર પ્રીવેન્ટિવ સોશિયલ મેડિસિન (PSM) વિભાગમાં હતી, જે કેટલાય દિવસોથી અન્ય ડૉકટરોની સાથે કૉલોનિઓમાં જઇને સ્વાસ્થય પરીક્ષણ કરી રહી હતી. આ ટીમમાં 40 જૂનિયર ડૉકટર છે, ગાયનીકી ડૉકટર 20 માર્ચે બેંગ્લુરૂથી ભોપાલ આવી હતી.