- રાજસ્થાનમાં હાઈકોર્ટમાં સચિન પાયલટ જૂથની અરજી પર સુનાવણી
- ચીફ જસ્ટિસ ઈન્દ્રજીત મહાંતી અને જસ્ટિસ પ્રકાશ ગુપ્તાની બેંચે કરી સુનાવણી
- વિધાનસભા અધ્યક્ષ તરફથી વકાલત કરી રહેલા અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી
- પાયલટ જૂથની અરજી પ્રી-મેચ્યોર છે, જે ફગાવવી જોઈએ.
- સુનાવણી દરમિયાન કોર્ટની બહાર હોબાળો.
- વકીલોને અંદર આવતા અટકાવાયા
- કોર્ટ નંબર-1માં એન્ટ્રી અંગે ગાર્ડ અને વકીલો વચ્ચે બોલાચાલી
- બાદમાં ઘણા વકીલો ધરણા પર બેસી ગયા
- રાજસ્થાન હાઇકોર્ટમાં સુનાવણી શરૂ, વકીલોનો હંગામો
જયપુરઃ રાજસ્થાનમાં સચિન પાયલટ જૂથના 19 ધારાસભ્યોને અયોગ્યતાની નોટિસ મળ્યા બાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચી ગયો હતો. રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યપ્રધાન પાયલટની તરફથી પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે અને મુકુલ રોહતગી કેસ લડી રહ્યાં છે. આ સાથે જ કોંગ્રેસ વતી વરિષ્ઠ નેતા અને સીનિયર વકીલ અભિષેક મનુ સિંઘવી લડી રહ્યાં છે. આ કેસમાં સાલ્વે વીડિયો કોન્ફરન્સથી લંડનથી વકાલત કરી રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે, રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ફોન ટેપિંગનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. આ વાયરલ થયેલી ઓડિઓ ટેપ ધારાસભ્યોના ખરીદ-ફરોક સંબંધિત છે. આ અંગે ગેહલોત સરકારે એક કેસ દાખલ કર્યો છે. આ કેસમાં ગેહલોતે કહ્યું હતું કે, વિરોધીઓ અમારી સરકારને પાડવા માટે ધારાસભ્યોનો સોદો કરી રહ્યાં છે. આ કેસમાં સંજય જૈનને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં, જ્યાં બાદમાં કોર્ટે રિમાન્ડ પર મોકલી આપ્યાં હતાં.
બીજી તરફ ગેહલોત સહિત 102 ધારાસભ્યો વિરુદ્ધ કોર્ટમાં મહામારી અધિનિયમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ સચિન પાયલટ ગ્રુપ દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અરજીની સુનાવણી રાજસ્થાન હાઇકોર્ટમાં ચાલી રહી છે. રાજસ્થાન હાઈકોર્ટે આ નોટિસ પર 21 જુલાઇ સુધી સ્ટે આપ્યો છે. એટલે કેસમાં આજે સુનાવણી થવા જઈ રહી છે.
આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વિધાનસભા અધ્યક્ષની નોટિસ માન્ય નથી, કારણ કે હજી સુધી કોઈ સત્ર ચાલતું નથી. તેમજ આ નોટિસનો જવાબ આપવા પણ સમય માંગવામાં આવ્યો છે. 21 જુલાઈ સુધી સ્પીકર સચિન પાયલટ અને અન્ય 18 ધારાસભ્યો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી શકશે નહીં.