બિકાનેરઃ શનિવાર સવારે એક રોડ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે. ગજનેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલાયત અને ગોલરીના રાજમાર્ગ પર ટ્રક ડમ્પર સાથે અથડાઈ હતી. જેના કારણે ટ્ર્કનું ડીઝલ ટેન્ક ફૂટી જતા આગ લાગી હતી. જેમાં બે લોકો સળગી જતા તેમનું ઘટસ્થળે જ મોત થયા છે.
મળતી માહિતી પ્રમાણે, આ અકસ્માતમાં અચાનક આગ લાગતા ટ્રક અને ડમ્પર ચાલકનું મોત થયું હતું. ઘટનાની જાણકારી મળતા કોલાયત પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
કોલાયતના પોલીસ અધિકારી વિકાસ વિશ્નોઈના જણાવ્યાનુસાર, ડમ્પર કોલાયતથી બીકાનેર જઈ રહ્યું હતું. તે દરમિયાન સવારના સમયે આ અકસ્માત થયો હતો. જેમાં ટ્ર્કનું ડીઝલ ટેન્ક ફૂટી જતાં આગ લાગવાથી ટ્રક અને ડમ્પર ચાલકનું મોત થયું હતું.
આગળ વાત કરતાં વિકાસે કહ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં ટ્રક અને ડ્મ્પર બંને એકબીજાની વિરુદ્ધ દિશામાંથી પૂર ઝડપે આવી રહ્યાં હતા. તે દરમિયાન ડ્રાઈવીંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત થયો હોવાનું જણાય છે.
હાલ, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઘટનાની જાણ થતાં કોલાયતના સીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલાનો તાગ મેળવ્યો હતો. મૃતકોને પરિવારને ઘટના અંગે જાણ કરવામાં આવી છે.