ETV Bharat / bharat

હૈદરાબાદમાં માતાએ બાળકોની હત્યા કરી પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો - હૈદરાબાદ ન્યૂઝ

હૈદરાબાદમાં માતાએ પોતાના બાળકોની હત્યા કરી અને પછી આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. હૈદરાબાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હૈદરાબાદ
હૈદરાબાદ
author img

By

Published : May 21, 2020, 12:25 PM IST

હૈદરાબાદ: શહેરમાં એક દુ:ખદ ઘટનામાં બે બાળકોનાં મોત થયા છે, જ્યારે માતાની હાલત ગંભીર છે. આ મામલો હૈદરાબાદના શમિરપેટમાં બન્યો છે. માતાએ તેના બાળકની હત્યા કરી અને પછી આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસને શંકા છે કે, આ બનાવ કૌટુંબિક વિવાદને કારણે થયો છે. શહેરની સીમમાં શમિરપેટ નજીક ફાર્મા કંપનીમાં જુનિયર વૈજ્ઞાનિક ગોપીનાથ અને તેની પત્ની પ્રીતિના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. તેઓને બે પુત્રો ગૌરવ અને કૌશિક હતા.

પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. બુધવારે ગોપીનાથે પ્રિતિને આક્ષેપ કર્યા હતા, ત્યારબાદ તે દુખી હતી અને આ પગલું ભર્યું હોવાની શંકા ગઈ હતી.

ગોપીનાથની ગેરહાજરીમાં પ્રીતિએ તેના બાળકોને ઝેરી પદાર્થ આપ્યો હતો. તે પછી, તેણે પોતે જ પીધું હોવું જોઇએ, આવી શંકા કરવામાં આવી રહી છે. હૈદરાબાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને ગાંધી હોસ્પિટલમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.