ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીર: રાજૌરીમાં શ્વાસ રૂંધાવાથી 2 બાળકોના મોત - Jammu and Kashmir latest news

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કોટરંકામાં શ્વાસ રૂંધાવાના કારણે એક જ પરીવારના બે બાળકોના મોત થયા છે. તેમજ અન્ય 2 લોકોની સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, આ પરીવાર ઠંડીથી બચવા ઘરમાં કોલસાની સગડી સળગાવીને બેઠા હતા.

kashmir
જમ્મુ-કાશ્મીર
author img

By

Published : Dec 15, 2019, 6:33 PM IST

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શ્વાસ રૂંધાવાના કારણે એક જ પરીવારના બે બાળકોના મોત થયા હતા. જેમાં હોસ્પિટલમાં દંપતીની સારવાર લઇ રહ્યાં છે.

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટના બરફથી ઢાંકેલા કોટરંકાના અંતરિયાળ ગામની છે. જેમાં પરીવાર ઠંડીથી બચવા ઘરમાં કોલસાની સગડી સળગાવીને બેઠા હતા. જેમાં શનિવારના રોજ મોહમ્મદ ખાદિમ, એની પત્ની શમીમ અખ્તર, તેમજ એમનો ત્રણ મહિનાનો પુત્ર અને 12 વર્ષની ભત્રીજી સોબિયા કૌસર તેમના ઘરમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. હોસ્પિટલમાં બન્ને બાળકોને મૃત જાહેર કર્યા હતા. તેમજ દંપતીની હાલતમાં સુધારો જોવા મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.