ETV Bharat / bharat

ટ્વિટરનો કેન્દ્ર સરકારને જવાબ, 500 વિવાદિત એકાઉન્ટ સામે કરી કાર્યવાહી - મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી

કેન્દ્ર સરકારે વિવાદિત એકાઉન્ટ્સ અને હેશટેગ અંગે ટ્વિટરને કેટલાક પ્રશ્નો પૂછ્યાં હતાં, જેનો ટ્વિટરે જવાબ આપ્યો છે. ટ્વિટરે જણાવ્યું હતું કે, તેમણે તમામ વિવાદાસ્પદ હેશટેગ ટ્વિટરમાંથી હટાવી દીધાં છે. આ સાથે જ તેમના સંબંધિત કન્ટેન્ટને પણ દૂર કરવામાં આવ્યાં છે.

ટ્વિટરનો કેન્દ્ર સરકારને જવાબ, 500 વિવાદિત એકાઉન્ટ સામે કરી કાર્યવાહી

author img

By

Published : Feb 10, 2021, 1:05 PM IST

  • ટ્વિટરે વિવાદિત એકાઉન્ટ અને હેશટેગ હટાવ્યાં
  • કેન્દ્ર સરકારના પ્રશ્નનો ટ્વિટરે આપ્યો જવાબ
  • ટ્વિટર પર વિવાદાસ્પદ કન્ટેન્ટ મામલે થયો હતો વિવાદ

નવી દિલ્હીઃ વિવાદાસ્પદ એકાઉન્ટ્સ અને હેશટેગ અંગે ઘણા સમયથી ટ્વિટર ઈન્ડિયા વિવાદમાં હતું. આ અંગે ભારત સરકારે ટ્વિટરને કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા હતા, જેને ટ્વિટરે જવાબ રજૂ કર્યો હતો. ટ્વિટરે જણાવ્યું હતું કે, તેમણે તમામ વિવાદાસ્પદ હેશટેગ અને તેમને લગતા તમામ કન્ટેન્ટ હટાવી દીધા છે.

ભારત સરકારે જેટલા એકાઉન્ટ હટાવવા માટે કહ્યું હતું તે તમામ હટાવ્યાં

ટ્વિટરે વધુમાં જણાવ્યું હતું કે, અમે 500થી વધારે એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરી છે, જેની જાણકારી સરકારને પણ આપી છે. આગળ પણ અમે સરકાર સાથે વાતચીત ચાલુ જ રાખીશું. ભારત સરકાર તેમને કેટલાક એકાઉન્ટ્સ ડિલીટ કરવા માટે કહ્યું હતું અને તે હટાવવામાં પણ આવ્યા હતા. જોકે, ત્યારબાદ તપાસ પછી જાણવા મળ્યું કે, તેમનું કન્ટેન્ટ ભારતીય કાયદા મુજબ જ છે એટલે તેને ફરી રિસ્ટોર કરવામાં આવ્યું છે.

અમે કોઈ પણ મીડિયા હાઉસના એકાઉન્ટ બંધ નથી કર્યાઃ ટ્વિટર

ટ્વિટરે કહ્યું કે, તેમણે કોઈ પણ મીડિયા હાઉસ, પત્રકાર, એક્ટિવિસ્ટ કે નેતાઓના એકાઉન્ટ બંધ નથી કર્યા. અમને લાગે છે કે ભારતીય કાયદા અંતર્ગત તેમને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.