ETV Bharat / bharat

ટ્વિટર દ્વારા લોન્ચ કરવામાં આવેલા એક સમર્પિત સર્ચ ટૂલ થકી ભારતમાં ઘરેલૂ હિંસા અંગે માહિતી અને અપડેટ્સ મેળવો

author img

By

Published : Jun 18, 2020, 4:04 AM IST

ભારતમાં ઘરેલૂ હિંસા, મદદ, કાઉન્સેલિંગ કેન્દ્રો, વગેરેને લગતી કોઇપણ માહિતી જોઇતી હોય, તો તે ટ્વિટર પરથી મેળવી શકાય છે. જો કોઇ વ્યક્તિ ઘરેલૂ હિંસાની સમસ્યા સાથે સંકળાયેલા ચોક્કસ કીવર્ડ્ઝ માટે સર્ચ કરશે, તો આ સર્ચ તેમને ટ્વિટર પર ઉપલબ્ધ સુસંગત માહિતી અને મદદના સ્રોત તરફ દોરી જશે.

ટ્વિટર દ્વારા લોન્ચ કરવામાં આવેલા એક સમર્પિત સર્ચ ટૂલ થકી ભારતમાં ઘરેલૂ હિંસા અંગે માહિતી અને અપડેટ્સ મેળવો
ટ્વિટર દ્વારા લોન્ચ કરવામાં આવેલા એક સમર્પિત સર્ચ ટૂલ થકી ભારતમાં ઘરેલૂ હિંસા અંગે માહિતી અને અપડેટ્સ મેળવો

નવી દિલ્હી, ભારતમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના સમય દરમિયાન ઘરેલૂ હિંસાના કિસ્સાઓમાં થયેલા વધારા સામે મદદ પૂરી પાડવા માટે, ટ્વિટરે ઘરેલૂ હિંસા અંગે સત્તાવાર સૂત્રો પાસેથી માહિતી તથા અપડેટ્સ પૂરી પાડવા માટે એક સમર્પિત સર્ચ પ્રોમ્પ્ટ લોન્ચ કર્યું છે.

મહિલાઓ તરફના તેના પ્રયત્નોને વિસ્તારવા માટે ટ્વિટરે નેશનલ કમિશન ફોર વિમેન ઇન ઇન્ડિયા તથા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સાથે ભાગીદારી કરી છે.

આ સર્ચ પ્રોમ્પ્ટ iOS, એન્ડ્રોઇડ તથા મોબાઇલ પર અંગ્રેજી તથા હિંદી ભાષામાં ઉપલબ્ધ હશે, તેમ કંપનીએ તેની યાદીમાં જણાવ્યું હતું. ડેટા સૂચવે છે કે, કોવિડ-19નો રોગચાળો ફાટી નિકળ્યો, ત્યારથી ભારત તથા વિશ્વભરમાં મહિલાઓ તેમજ છોકરીઓ સામેની હિંસા વધુ તીવ્ર બની છે.

ટ્વિટરના ભારત અને દક્ષિણ એશિયાના પબ્લિક પોલિસીનાં ડિરેક્ટર મહિમા કૌલે જણાવ્યું હતું કે, "અમે જાણીએ છીએ કે, જનતા, સરકાર અને એનજીઓ સાથેનું જોડાણ એ ઘરેલૂ હિંસાના જટિલ મુદ્દા સામે લડવા માટેની ચાવી છે. આ સર્ચ પ્રોમ્પ્ટ થકી ભરોસાપાત્ર માહિતી મેળવવી એ પીડિત માટે પજવણી અને હિંસા સામે મદદ મેળવવા માટેનું પ્રથમ પગલું બની શકે છે."

જ્યારે પણ કોઇ વ્યક્તિ ઘરેલૂ હિંસાના પ્રશ્ન સાથે સંકળાયેલા ચોક્કસ કીવર્ડ્ઝ સર્ચ કરે, ત્યારે પ્રોમ્પ્ટ તેમને ટ્વિટર પર ઉપલબ્ધ સુસંગત માહિતી અને મદદના સ્રોત તરફ દોરી જશે. આ પગલું ટ્વિટરના #ThereIsHelp પ્રોમ્પ્ટનું વિસ્તરણ છે, જે ખાસ કરીને લોકો મહત્વપૂર્ણ પ્રશ્નો પર સ્પષ્ટ તથા વિશ્વસનીય માહિતી મેળવી શકે, તે માટે રજૂ કરવામાં આવ્યું છે.

તમામ સંબંધિત કીવર્ડ્ઝ સક્રિય સર્ચ પ્રોમ્પ્ટ જનરેટ કરે, તે સુનિશ્ચિત કરવા માટે ટ્વિટર ટીમ દ્વારા ફિચરની નિયમિત સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે, તેમ કંપનીએ જણાવ્યું હતું.

એશિયા પેસિફિકમાં મહિલાઓ અને છોકરીઓ વિરૂદ્ધ વ્યાપક સ્તરે હિંસા પ્રવર્તે છે.

"વાસ્તવમાં, આપણા પ્રદેશના ઘણા દેશોમાં આ આંકડો ઘણો ઊંચો છે અને કેટલાક દેશોમાં ત્રણમાંથી બે મહિલા હિંસાના અનુભવો અંગે જાણ કરે છે, " તેમ મહિલાઓ વિરૂદ્ધ હિંસા નાબૂદી પરના એશિયા પેસિફિકનાં પ્રાદેશિક મેનેજર મેલિસ્સા અલ્વારેડોએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો લાગુ કરવામાં આવ્યા છે, ત્યારે ઘણી મહિલાઓ તેમની નિયમિત સપોર્ટ સિસ્ટમનો સંપર્ક સાધવા અસમર્થ છે. ટ્વિટર દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ સુસંગત માહિતી અને મદદથી સરળતાથી વંચિત રહેતી પીડિતાઓને મોટી મદદ પૂરી પાડશે."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.