મેષ: તન મનનું સ્વાસ્થ્ય જળવાશે. કુટુંબીજનો સાથે સુંદર ભોજન લેવાનો તેમજ આનંદપૂર્વક સમય પસાર કરવાના યોગ ઉભા થાય. નાણાકીય બાબતોમાં ભવિષ્ય માટે સારું પ્લાનિંગ કરી શકો. એકંદરે આપની આવકમાં વૃદ્ધિ થશે. કલાકાર કસબીઓને તેમની કલાનું પ્રદર્શન કરવાની તક મળશે અને તેમની કદર થશે. નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
વૃષભ: વિચારોની દૃઢતા સાથે આપ ખંતપૂર્વક કામ કરશો. વ્યવસ્થિત રીતે આર્થિક બાબતોનું આયોજન કરી શકશો. આપની કલાત્મક સૂઝને નિખારી શકશો. વસ્ત્રો, આભૂષણો સૌંદર્ય પ્રસાધનો અને મનોરંજન પાછળ ખર્ચ થાય. કૌટુંબિક સુખ શાંતિ જળવાશે. શ્રેષ્ઠ દાંપત્યસુખની અનુભૂતિ કરશો. ધનલાભની આશા રાખી શકે.
મિથુન: તમારી વાણી કે વર્તણૂક આજે કોઇ સાથે ગેરસમજ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. કુટુંબીજનો તેમજ સગાંસંબંધીઓ સાથે ખૂબ સંભાળીને રહેવું પડશે. માંદગી અને અકસ્માતના યોગ હોવાથી તે અંગે સાવધાની રાખવી. માન પ્રતિષ્ઠાને હાનિ પહોંચે. ખર્ચનું પ્રમાણ વધશે. વિશેષ કરીને મોજશોખ તેમજ મનોરંજન પાછળ ખર્ચ થાય. મગજ શાંત રાખશો એટલા ફાયદમાં રહેશો.
કર્ક: આર્થિક આયોજનો અને નવા કાર્યની શરૂઆત કરવા માટે ઉત્તમ દિવસ છે. વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવક સ્ત્રોતોમાં વધારો થતાં આપ ખૂબ આનંદ અને સંતોષની લાગણી અનુભવશો. મિત્રો, પત્ની, પુત્ર વગેરે તરફથી શુભ સમાચાર મળે. માંગલિક કાર્યો થાય. પ્રવાસ તેમજ લગ્નયોગ છે. પ્રણય માટે અનુકૂળ દિવસ. ઉત્તમ લગ્નસુખ માણી શકશો.
સિંહ: નોકરી તેમજ વ્યવસાયના ક્ષેત્રે લાભદાયક અને સફળ દિવસ છે. આપના કાર્યક્ષેત્રમાં આપ વર્ચસ્વ અને પ્રભાવ જમાવી શકશો. ભરપૂર આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળથી આપનું કાર્ય સરળતાથી પાર પડે. ઉપરીઓ દ્વારા કામની કદર થશે. બઢતીની શક્યતાઓ રહે. પિતાની લાભ થાય. જમીન, વાહન સંબંધી કામકાજો માટે અનુકૂળ સમય છે. સ્પોર્ટસ અને કલાક્ષેત્રમાં પ્રતિભા દેખાડવા માટે શ્રેષ્ઠ સમય હોવાનું જણાઈ રહ્યું છે.
કન્યા: આપનો આજનો દિવસ ધાર્મિક પ્રવૃત્તિઓમાં પસાર થાય. કોઇ તીર્થસ્થાનની મુલાકાત લેવાના સંજોગો ઉભા થાય. વિદેશગમન માટેની તક સર્જાય. ભાઇભાંડુઓથી લાભ થશે. ઓફિસમાં ઉપરી અધિકારીઓથી સંભાળીને રહેવું. આર્થિક લાભ મળે. શારીરિક માનસિક સ્વસ્થતા જળવાશે.
તુલા: આકસ્મિક ધનલાભનો દિવસ છે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તેમજ સિદ્ધિઓ મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ છે. એમ છતાં, નવા કામ શરૂ ન કરવાની સલાહ છે. આરોગ્યની કાળજી લેવી પડશે. હિતશત્રુઓ આપનું અહિત કરવાના પ્રયાસો કરશે. જળાશય અને સ્ત્રીવર્ગથી ચેતતા રહેવું ઇશ્વરભક્તિ અને ઉડી ચિંતનશક્તિ મનને શાંતિ આપશે.
વૃશ્ચિક: રોજિંદી ઘટમાળની પ્રવૃત્તિઓમાં આજે પરિવર્તન આવશે. આજે આપ મોજમજા અને મનોરંજનની દુનિયામાં ફરવાના મૂડમાં હશો. એમાં મિત્રો, કુટુંબીજનોનો સંગાથ મળશે. જાહેરજીવનમાં આપના માન આબરૂ વધે. નવાં વસ્ત્ર પરિધાન અને વાહનસુખની પ્રાપ્તિ થાય. ભાગીદારીથી લાભ. દાંપત્યજીવનની શ્રેષ્ઠ ક્ષણોનો અનુભવ કરશો. પ્રિયજનની મુલાકાત અને ધનલાભ થાય.
ધન: નોકરિયાત વર્ગ માટે લાભનો દિવસ છે. આર્થિક લાભની શક્યતા છે. ઘરમાં આનંદનું વાતાવરણ રહે. નોકરો અને સહકર્મચારીઓ આપને મદદરૂપ બનશે. કાર્યમાં સફળતા અને યશની પ્રાપ્તિ થાય. વિરોધીઓ અને હિતશત્રુઓ તેમની ચાલમાં નાકામિયાબ નીવડશે. સ્ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.
મકર: દ્વિધાભર્યા મનોવલણને કારણે આપ આજે ચોક્કસ નિર્ણય પર ન આવી શકતાં ચિંતાગ્રસ્ત રહેશો. આવી મનોસ્થિતિમાં કોઇ અગત્યના નિર્ણયો ટાળવાની આપને સલાહ છે અથવા કોઈ વિદ્વાન વ્યક્તિના માર્ગદર્શન સાથે આગળ વધવું. નસીબનો સાથ મળવાની વધુ પડતી આશા રાખવાના બદલે આત્મવિશ્વાસ સાથે કર્મના સિદ્ધાંતને અનુસરજો. સંતાનોના કામકાજોમાં વધુ સમય આપવો પડશે. ઘરમાં વડીલ સ્વજનોની તબિયત સાચવજો. થાક, અશક્તિ અને આળસથી બચવા કામના પ્રમાણમાં આરામને મહત્વ આપવું. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદમાં ન ઉતરવું હિતાવહ છે. પેટના દર્દથી પરેશાની થાય.
કુંભ: સ્વભાવમાં ભાવુક્તા વધારે હોવાથી માનસિક બેચેની રહે. આર્થિક બાબતોનું આયોજન થાય. માતા તરફથી વધુ પ્રેમ અને લાગણીનો અનુભવ થાય. સ્ત્રીઓને પ્રસાધનો, વસ્ત્રો કે આભૂષણોની ખરીદી પાછળ ખર્ચ થાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં સફળતા મળે. સ્વભાવમાં હઠીલાપણું રહે. જાહેરમાં પ્રતિષ્ઠા મેળવવા માટે કોઈ એવા કામ ના કરવા જેથી બાજી ઉલટી પડી જાય.
મીન: કાર્યમાં સફળતા મેળવવા અને મહત્વના નિર્ણયો લેવા માટે આજે ઉત્તમ દિવસ છે. આપના વિચારોમાં આજે સ્થિરતા રહેશે. જેથી કોઇપણ કાર્ય સારી રીતે ઉકેલી શકશો. કલાકારોને પોતાની કળા પ્રદર્શિત કરવાનો મોકો મળશે અને તેની કદર પણ થશે. જીવનસાથી સાથે વધુ નિકટતા અનુભવશો. મિત્રો સાથે નાની મુસાફરી કે પર્યટન થશે. હરીફો પર વિજય મળે.