નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સરકારી અને ખાનગી સ્કૂલના 25,000થી વધુ વિદ્યાર્થીઓ આગરામાં ટ્રમ્પનું સ્વાગત કરવા માટે તૈયાર છે.
તેમણે કહ્યું કે, સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપરાંત સ્વ સહાય જૂથો સાથે જોડાયેલી વગભગ 500 મહિલાઓ પણ ઐતિહાસિક શહેરમાં ટ્રમ્પું સ્વાગત કરશે. અધિકારીએ કહ્યું કે, સ્વાગત દરમિયાન વિદ્યાર્થીઓના હાથમાં ભારતીય અને અમેરિકી રાષ્ટ્રીય ધ્વજ હશે.
આના પહેલા દિવસે ટ્રમ્પે પોતાની પત્ની મેલાનિયા ટ્રમ્પ, દિકરી ઈવાંકા અને જમાઈ જેરેડ કુશનરની સાથે જ અમેરિકાના ટોચના અધિકારીઓ અમદાવાદ પહોંચ્યા હતા.
અમેરિકાનું પ્રથમ પરિવાર (US FIRST FAMILY)નું વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં સ્વાગત કર્યું હતું. જ્યારે રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આગરાના ખેરિયા એરપોર્ટ પર એમનું સ્વાગત કર્યું છે.
ગોપાલ દાસે મેમોરિયલ એગ્જીક્યૂટિવ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ કહ્યું કે, તે પોતાના શહેરમાં ટ્રમ્પનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છે. સંસ્થાની એક વિદ્યાર્થિની પૂજાએ જણાવ્યું કે, પોતાના શહેરમાં અમેરિકાના પ્રથમ પરિવારનું સ્વાગત કરવા માટે તે તૈયાર છે.
આ દરમિયાન સંસ્થાના એક અન્ય વિદ્યાર્થીએ કહ્યું કે, તે અમેરિકી રાષ્ટ્રપતિને અતિથી તરીકેનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂં પાડશે.