ટ્રિપલ તલાકને સંસદમાં ઐતિહાસિક મંજૂરી મળી ગઇ છે.લોકસભા બાદ ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પણ પાસ થઇ ગયું છે.કાયદાકીય પ્રધાન રવિશંકર પ્રસાદએ આ બિલની રજૂઆત કરી હતી.બિલમાં મુસ્લિમ સમુદાયમાં તાત્કાલિક છૂટાછેડાની બાબતમાં પુરુષોને સજાની જોગવાઈ કરવામાં આવી હતી.
ટ્રિપલ તલાક બિલ પાસ થવા પર ભારતીય જનતા પાર્ટીએ ટ્વિટ કર્યું હતું. ટ્વિટમાં કાર્ટૂન શેર કરતા તેમા લખ્યું હતું કે "નો મોર તલાક-તલાક-તલાક" લખવામાં આવ્યું હતું. આ કાર્ટૂનમાં એક મુસ્લિમ મહિલાને તેનો પતિ ત્રણ તલાક આપતા જોવા મલી રહ્યો છે.જે બાદ મહિલા એક હથોડા વડે તેના પતિના માથા પર મારી રહી છે.આ કાર્ટૂનમાં મોદી-મોદી-મોદી લખ્યું છે.
લોકસભા બાદ રાજ્યસભામાં પણ ત્રણ તલાક બિલ પાસ થઇ ગયું છે.રાજ્યસભામાં બિલ માટે 99 તથા વિપક્ષમાં 84 વોટ પડ્યા હતા.આ બિલને રાષ્ટ્રીપતિ પાસે મોકલવામાં આવશે.જણાવી દઇએ કે કોંગ્રેસે ત્રણ તલાક પર વિરોધ પણ કર્યો હતો.