નાગરિક સંશોધન બિલનો ઠરાવ પાસ થતાં દેશભરના તેનો વિરોધ થઈ રહ્યો છે. વળી કેટલીક જગ્યાએ તો આ વિરોધે હિંસક સ્વરૂપ લીધું છે. પશ્ચિમ બંગાળમાં પણ નાગરિક સંશોધન બિલનો સખત વિરોધ થઈ રહ્યો છે. જેના પગલે ટ્રેનો અને રેલવે સ્ટેશનોને સળગાવવામાં આવી રહ્યાં છે. તેમજ બસો અને સરકારી સંપત્તિને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આમ, દિવસેને દિવસે આ વિરોધ પ્રદર્શન હિંસક સાબિત થઈ રહ્યું છે.
મધ્ય રેલવેના નાગપુર ડિવિઝન દ્વારા શનિવારે જાહેર કરવામાં આવ્યું હતું કે, 16 ડિસેમ્બરે હાવડા- પૂણે તરફની એક્સપ્રેસને રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત પણ અન્ય ટ્રેનોને શનિવાર પૂરતી રદ્દ કરાઈ છે. જેમાં હાવડા-CSMT ગીતાંજલિ એક્સપ્રેસ સામેલ છે. જે 16 ડિસેમ્બરે મુંબઈથી રદ્દ કરવામાં આવી છે. ત્યારે મધ્ય રેલવે આ ટ્રેનો રદ્દ થવા પાછળનું કારણ ટ્રેના ડબ્બાની અછત હોવાનું ગણાવી રહ્યું છે.