કોરોના વાઇરસની મહામારી વચ્ચે આજરોજ મંગળવારે રાત્રે 8 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરશે.
વર્ષ 2017 ધોળકા વિધાનસભા ચૂંટણીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્વીકારતા મંગળવારે જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાની જીતને રદ જાહેર કરી છે. હાઇકોર્ટ કોંગ્રેસી ઉમેદવાર અશ્વિન રાઠોડના પક્ષમાં ચૂકાદો આપ્યો છે.
જમ્મુ કાશ્મીરમાં 2G ઈન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી છે. બંધ થયાના 6 દિવસ બાદ અડધી રાત્રિએ આ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર પ્રશાસને 11 મેના રોજ ઈન્ટરનેટ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ અગાઉ સોમવારે સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરમાં 4G સેવા શરૂ કરવાનો આદેશ આપવાથી ઈન્કાર કર્યો હતો.
વિદેશમાં ફસાયેલા ભારતીયોની વાપસીનું પહેલું ચરણ સાત મેથી શરૂ થયું હતું અને 15 મેના દિવસે પુરૂં થશે. આ ક્રમમાં દુબઇથી 178 યાત્રીઓને લઇને એર ઇન્ડિયા એક્સપ્રેસની એક ફ્લાઇટ કોચિ પહોંચી હતી.
મેક્સિકોની ડ્રગ કંપનીઓના માલિકોએ જણાવ્યું કે, કેટલાક લોકો ઉપયોગ પછી કચરામાં ફેંકી દેવામાં આવેલા સ્વચ્છ દેખાતા સર્જિકલ ફેસ માસ્ક ફરીથી વહેંચી રહ્યા છે.
સોમવારના રોજ વડા પ્રધાન મોદીએ દેશના વિવિધ રાજ્યના મુખ્ય પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો. ત્યારે મોટાભાગના મુખ્ય પ્રધાનોએ તેમને પડતી અગવડતાઓ અને તેમના રાજ્યમાં લોકડાઉનના અમલને લઇને વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા. ત્યારે ત્રીજા તબક્કાનું લોકડાઉન આગામી 17મી તારીખે પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન સાથે થયેલા વીડિયો કોન્ફરન્સના સંવાદો બાદ દેશના ગ્રીન ઝોન વિસ્તારોમાં આગામી 17 તારીખથી લોકડાઉનનો અમલ વધુ હળવો બને તેવી શક્યતાઓ પણ જણાઇ આવે છે.
ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 12 મેની સવાર સુધી લગભગ 9 કલાકની આસપાસ (ભારતીય સમયાનુસાર) જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશભરમાં 70,756 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઇ છે. સરકાર અનુસાર કોરોના સંક્રમણનું ઇલાજ કરી રહેલા 22,454 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
દુનિયાભરમાં કોરોના વાઇરસથી ફેલાયેલી મહામારીથી લાખો લોકોના જીવ ગયા છે. ગત્ત વર્ષે ડિસેમ્બર માસમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યા બાદ કોરોના સંક્રમણથી 2.87 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને વિસ્તારમાં 42.55 લાખથી વધુ લોકો આ મહામારીનો શિકાર બન્યા છે.
ભારત સરકારે વિદ્યાર્થીઓને પરત લાવવા માટે આયોજન કર્યું છે. જેમાં ફિલિપાઈન્સની રાજધાની મનીલાથી ફસાયેલા 139 વિદ્યાર્થીઓને અમદાવાદ લાવવામા આવ્યા છે.
આધિકારીક નિવેદન અનુસાર બધા રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રાશન કાર્ડને આધાર સંખ્યા સાથે જોડવાની જવાબદારી ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગની સાત ફેબ્રુઆરી 2017ની અધિસૂચનાના આધારે આપી છે.