ETV Bharat / bharat

TOP NEWS @7 PM : વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

a
TOP NEWS @7 PM : વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
author img

By

Published : May 18, 2020, 7:14 PM IST

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે કોંગ્રેસ પર પરપ્રાંતિય મજૂરો અને કામદારોની મજાક કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, મહામારીના આ સમયમાં કોંગ્રેસના નેતાઓ એ 'સસ્તું રાજકારણ' ન કરવું જોઈએ. તો બીજી તરફ યુપી સરકારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની એક ઓફર સ્વીકારી છે, જેમાં પ્રિયંકાએ એક હજાર બસો ચલાવવાની મંજૂરી માંગી હતી.

કોંગ્રેસ પર વરસ્યા યોગી, પણ પ્રિયંકાની આ ઓફર સ્વીકારી...

દિલ્હીના કૃષિ ભવન સ્થિત પશુપાલન વિભાગની ઓફિસમાં એક અધિકારી કોરનાથી પ્રભાવિત થતાં ઓફિસને 48 કલાક માટે સીલ કરી દેવામાં આવી છે.

કોરોના અસરઃ કૃષિ ભવન સ્થિત પશુપાલન વિભાગની ઓફિસ 48 કલાક માટે સીલ

રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં નદીમાં ડૂબી જવાથી ત્રણ છોકરીઓના મોત નીપજ્યા હતા. ત્રણેય છોકરીઓના મૃતદેહ જોઇને સંબંધીઓ ચોંકી ઉઠ્યા હતા. પોલીસ અધિકારી દેવીલાલના જણાવ્યા અનુસાર, ત્રણેય છોકરીઓ એકબીજાની સંબંધી હતાં.

રાજસ્થાન: બાંસવાડા જિલ્લામાં નદીમાં ડૂબવાથી 3 છોકરીઓના મોત

બિહારના દરભંગામાં રહેતા મોહન પાસવાનને મકાન માલિકે ઘરમાંથી કાઢી મૂક્યા હતા. જ્યારે મોહનની પુત્રીને આ વાતની જાણ થઈ ત્યારે તેણે ગુરુગ્રામથી 1300 કિલોમીટર દૂર દરભંગા લાઇકલ ચલાવીને પિતાને ઘરે પાછા લાવી.. વિગતવાર વાંચો ...

બિહારની બહાદુર દીકરી: ઘાયલ પિતાને સાઈકલ પર ગુરુગ્રામથી દરભંગા લાવી

નોઈડામાં મોબાઇલ કંપની ઓપ્પોના 6 કર્મચારીઓ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કંપનીમાં તમામ ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યા છે અને તમામ કર્મચારીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.

ઓપ્પો કંપનીના 6 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કોઈ જાણતું ન હતું કે મહાત્મા ગાંધીના પૌત્રવધુ કે, જેઓએ પોતાના જીવનના છેલ્લા કેટલાક વર્ષો વૃદ્ધાશ્રમ અને સુરતના ભીમરાડ ગામના લોકો સાથે વિતાવ્યા તેઓ મરણોપરાંત આશરે 15 કરોડ રૂપિયા ગરીબ બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે દાન કરી દેશે. ડૉ શિવાલક્ષ્મી ગાંધીએ સ્ટૂડન્ટ એક્સિલન્સ માટે પોતાની સંપૂર્ણ સંપત્તિ દાન કરી દીધી છે. જેમાં અમેરિકા ખાતે તેમની સંપત્તિ પણ શામેલ છે. આ કાર્ય માટે કોઈ અડચણ ન આવે એ હેતુથી તેઓએ અગાઉથી જ વિલ અને પાવર ઓફ એટર્ની પણ બનાવી દીધી હતી.

વૃદ્ધાશ્રમ અને ગામના લોકો સાથે રહેનારા મહાત્મા ગાંધીના પૌત્રવધુએ કર્યું રૂપિયા 15 કરોડનું દાન

લોકડાઉનને કારણે વતન પરત ફરેલા લોકો માટે મનરેગા રોજગારનું માધ્યમ બન્યું છે. દાહોદ જિલ્લામાં 77893 લોકોને રોજગારી મળી છે.

દાહોદ જિલ્લામાં મનરેગા હેઠળ 494 ગામોમાં 11271 કામોનો ધમધમાટ

આણંદ જિલ્લાના તારાપુરમાં 3 પોલીસ જવાનો સ્વછંદ બની તોડ કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ પોલીસ જવાનોથી ત્રસ્ત પ્રજાજનોએ કલેક્ટરને આવેદન પત્ર આપવાની ફરજ પડી હતી.

લોકડાઉનમાં તોડ કરતા 3 પોલીસ જવાનોથી ત્રસ્ત પ્રજાએ આપ્યું આવેદન પત્ર

કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશ એક મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહ્યો છે. એવામાં લોકોનો ઉત્સાહ વધારવા માટે દેશભરના 211 લોકપ્રિય સિંગર્સ સાથે મળીને એક ગીત તૈયાર કરવામાં આવ્યું છે, જે ખરાબ પરિસ્થિતિમાં લોકો વચ્ચે ઉત્સાહ ભરવાનું કામ કરશે. આ ગીતનું પુરું નામ 'વન નેશન વન વોઇસ- જયતુ જયતુ ભારતમ' છે. પ્લેબેક સિંગર લતા મંગેશકરજીએ આ ગીતની લિંક પોતાના ટ્વીટર પર શેર કરી છે. તેમના ટ્વીટને પીએમ નરેન્દ્ર મોદીએ પણ રીટ્વીટ કર્યું છે.

211 સિંગર્સ સાથે મળીને આશાજીએ ગાયું આ ગીત, લતાજી અને PM મોદીએ કર્યા વખાણ

અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી તાજેતરમાં જ રીલિઝ થયેલી વેબ સિરીઝ પાતાલ લોક મુશ્કેલીમાં ફસાઇ છે. સોશિયલ મીડિયા યુઝર્સના એક વર્ગે તેમાં કરવામાં આવેલી સામાજિક-રાજકીય ટિપ્પણી પર સવાલ ઉઠાવ્યા છે. આ માટે અનુષ્કા પાસેથી માફી માંગવાની પણ માગ કરવામાં આવી રહી છે.

પાતાલ લોક પર મુશ્કેલી, અનુષ્કા શર્મા પાસે માફીની માગ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.