ETV Bharat / bharat

ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિક તપન મિશ્રાનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું-' ઝેર આપી મને મારી નાખવાનો પ્રયાસ' - તપન મિશ્રા ફેસબુક પોસ્ટ

ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લીકેશન સેન્ટરના પૂર્વ નિદેશક તપન મિશ્રાએ એકો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે ફેસબુક પર પોસ્ટ શેર કરી જણાવ્યું કે તેમને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વર્ષ 2017માં તેમને ઝેર આપવામાં આવ્યું હોવાનો તેમણે દાવો કર્યો છે. આપને જણાવીએ કે શુું છે સમગ્ર ઘટના..

મં
મં
author img

By

Published : Jan 6, 2021, 12:21 PM IST

Updated : Jan 6, 2021, 7:21 PM IST

  • ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિક તપન મિશ્રાનો ચોંકાવનારો ખુલાસો
  • બેંગલોરમાં ઝેર આપી તેમને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
  • ફેસબુક પર પોસ્ટ કરી સમગ્ર ઘટના અંગે કરી વાત

અમદાવાદઃ ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લીકેશન સેન્ટરના પૂર્વ નિદેશક તપન મિશ્રાએ એકો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે ફેસબુક પર પોસ્ટ શેર કરી જણાવ્યું કે તેમને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વર્ષ 2017માં તેમને ઝેર આપવામાં આવ્યું હોવાનો તેમણે દાવો કર્યો છે. તપન મિશ્રાએ આ ઘટસ્ફોટ ફેસબુક પોસ્ટમાં કર્યો છે. જો કે, તેમને પોસ્ટમાં એવું પણ કહ્યું છે કે તેમને કોઈ આઈડિયા નથી કે તેમને ઝેર કોણે અને કેમ આપ્યું હતું?

cx
ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિક તપન મિશ્રાનો ચોંકાવનારો ખુલાસો

બેંગલોરમાં તેમની સાથે બની ઘટના

તપન મિશ્રાએ પોતાની ફેસબુક પોસ્ટમાં તેમની સાથે બનેલી એક ઘાતક ઘટના અંગે ખુલાસો કર્યો છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે વર્ષ 2017 માં તેમને ઝેર આપી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે લખ્યું છે કે આ ઝેર તેમને બેંગલોરમાં પ્રમોશન ઇન્ટરવ્યૂ દરમિયાન આપવામાં આવેલા નાસ્તામાં ભેળવીને આપવામાં આવ્યું હતું. તપન મિશ્રાએ તેમની ફેસબુક પોસ્ટની પુષ્ટિ કરી હતી. તેઓએ જણાવ્યું કે, ઘર પર જે આર્સેનિક અપાય છે, તે ઓર્ગેનિક હોય છે. પરંતુ તેમને જે ઝેર આપવામાં આવ્યું હતું તે એક ઈનઓર્ગેનિક હતું. તેની એક ગ્રામ માત્રા કોઈ પણ વ્યક્તિને મારવા માટે કાફી છે.

cx
અમદાવાદ, મુંબઈ અને દિલ્હીમાં કરાવી સારવાર

આ ઘટના બાદ તપન મિશ્રા અમદાવાદ પરત ફર્યા

તપન મિશ્રાએ ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે 23મે 2017ના રોજ તેમને જીવલેણ આર્સેનિક ટ્રાઇઓક્સાઇડ (Arsenic Trioxide) આપવામાં આવી હતી. ત્યારબાદ છેલ્લા બે વર્ષથી મારી હાલત ખરાબ હતી. ઇન્ટરવ્યૂ પછી હું ખુબ જ ગંભીર હાલતનો સામનો કરી રહ્યો હતો. તેથી હું બેંગ્લોરથી અમદાવાદ પાછો આવ્યો હતો.

બ્લીડિંગ થવાથી હાલત વધારે ગંભીર બની

અમદાવાદ પરત ફર્યા બાદ તેમને એનલ બ્લીડિંગ (ગુદા રક્તસ્રાવ) થઈ રહ્યું હતું. આ અંગે તેમણે જણાવ્યું કે બ્લિડિંગ થવાથી મને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ત્વચા બહાર આવી રહી હતી. હાથ અને અંગૂઠા પરથી નખ ઉખાડવા લાગ્યા હતાં. શરીરના બાહ્ય અને આંતરિક અવયવો પર હાપોક્સિયા, હાડકામાં દુ:ખાવો, સેંશેશન, હાર્ટ એટેક, આર્સેનિક ડિપોજિશન અને શરીરના બહારી અને અંદરના અંગો પર ફંગલ ઇન્ફેક્શન થઈ રહ્યું હતું. પેટમાં થોડા બચેલા આર્સેનિકને લીધે બે વર્ષ સુધી મને એટલું બ્લીડિંગ થયું કે મેં 30થી 40 ટકા લોહી ગુમાવ્યું.

મંમ
ઝેર આપી મારવાનો પ્રયાસ

તપન મિશ્રાએ તેમની સારવાર ઝાયડસ કેડિલા અમદાવાદ, ટાટા મેમોરિયલ હોસ્પિટલ મુંબઇ અને એઈમ્સ દિલ્હી ખાતે કરાવી હતી. તેમને આ સારવાર માટે લગભગ બે વર્ષ લાગ્યાં. તપન મિશ્રાએ પણ તેમના દાવાની સાબિતી તરીકે તપાસ અહેવાલ, એમ્સ ફોર્મ અને તેમના હાથ અને પગના કેટલાક ફોટા પણ ફેસબુક પર પોસ્ટ કર્યા છે.

cxcx
બ્લીડિંગ થવાથી હાલત વધારે ગંભીર બની

શા માટે તેમને મારવાનો પ્રયાસ કરાયો

બોંગલોરમાં તપન મિશ્રાને નાસ્તામાં ઝેર આપી મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે આખી ઘટના તેમણે ફેસબુક પર પોસ્ટ કરી છે. પરંતુ તેમને શા માટે મારવાના પ્રયાસો કરવામાં આવ્યા તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેમજ તેમને મારવા માટે તેમના ઘરમાં સાપ પણ છોડવામાં આવ્યા હતાં.

ઝેરની ઘટના પર તપન મિશ્રાએ કહ્યું કે આ ઘટના પછી મારે સતત બે વર્ષ સુધી સારવાર લેવી પડી, તેથી જ મેં આ વિશે કોઈની સાથે વાત કરી નથી. હું ભાગ્યશાળી છું કારણ કે આ ઝેર લીધા પછી કોઈ જીવતું નથી. હું જાન્યુઆરીમાં નિવૃત્ત થઈ રહ્યો છું અને ઇચ્છું છું કે લોકો આ ઘટના વિશે જાણે, જેથી જો હું મૃત્યું પામું તો બધાને ખબર હોય કે મારી સાથે શું શું થયું છે.

અગાઉ આ વૈજ્ઞાનિકોના થયા છે શંકાસ્પદ મોત

તપન મિશ્રાએ ફેસબુક પર લખ્યું છે કે ઇસરોમાં આપણને મોટા વૈજ્ઞાનિકોના શંકાસ્પદ મૃત્યુના સમાચાર અવાર નવાર મળ્યા જ કરે છે. વર્ષ 1971 માં પ્રોફેસર વિક્રમ સારાભાઇનું મૃત્યુ શંકાસ્પદ હતું. ત્યારબાદ 1999માં VSSCના ડાયરેક્ટર ડો. એસ. શ્રીનિવાસનના મોત પર પણ સવાલો ઉભા થયા હતા. એટલું જ નહીં 1994માં શ્રી નાંબીનારાયણનો મામલો પણ બધાની સામે આવ્યો હતો. પરંતુ મને ખબર નહોતી કે એક દિવસ હું આ રહસ્યનો ભાગ બનીશ.

Last Updated : Jan 6, 2021, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.