નવી દિલ્હી: સોમવારે કોંગ્રેસ વકિંગ કમિટિની બેઠકમાં પાર્ટીની આગોવાની કોણ કરશે, તે અંગે ચર્ચા થઇ શકે છે. CWCના સભ્યો, સાંસદો, પૂર્વ કેન્દ્રિય પ્રધાનો સહિત કોંગ્રેસના ટોચના નેતાઓએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. જેમાં પાર્ટીની અંદર સંગઠનમાં સુધાર કરવાનું કેહવામાં આવ્યું છે.
ETV ભારતે કેટલાક નેતાઓ સાથે વાત કરી હતી. જેમણે આ પત્ર પર હસ્તાક્ષર કર્યાં છે.
કોંગ્રેસના એક પૂર્વ સાંસદે કહ્યું કે, આ પત્ર કોંગ્રેસનો આંતરિક મામલો છે. હું આ વિશે જાણકારી ન આપી શકું. આ પત્ર પર 23 નેતાઓએ સહી કરી છે. જેમાં ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કપિલ સિબ્બલ, શશી થરૂર, ભૂપેન્દ્ર હુડ્ડા. મનીષ તિવારી, વિવેક તન્ખા, મુકુલ વાસિમ, એમ વીરપ્પા મોરલી, જિતિન પ્રસાદ. પૃથ્વીરાજ ચવ્હાણ, પી.જે કુરિયન , અજય સિંહ, રેણુકા ચૌધરી, મિલિંદ દેવડા, રાજેન્દ્ર કૌર ભટ્ટલ, રાજ બબ્બર, અખિલેશ પ્રસાદ સિંહ, અરવિંદર સિંહ લવલી, કુલદીપ શર્મા, યોગાન્દ્ર શાસ્ત્રી, કૌલ સિંહ ઠાકુલ અને સંદીપ દિક્ષીત સામેલ છે.
કોંગ્રેસના પાર્ટીના સસ્પેન્ડેડ પ્રવક્તા સંજય ઝાએ દાવો કર્યો હતો કે, 100 કોંગ્રેસ નેતાએ પાર્ટીની સ્થિતિથી વ્યથિત છે. તેમણે સોનિયા ગાંધીને પત્ર લખીને આગેવાનીમાં બદલાવ અને CWCમાં પારદર્શક ચૂંટણી કરવાની માગ કરી છે. પરંતુ કોંગ્રેસે આ દાવાને ફગાવી દીધો છે. આ મામલે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ભાજપ અને ફેસબુક વિવાદથી ધ્યાન ભટાકવવા માટે એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં રાહુલ ગાંધી એકલા નેતા છે જે, મોદી સરકારની નીતીઓની સતત ઓલોચના કરતા રહે છે. સૂત્રોના જણાવ્યાનુસાર કોંગ્રેસ બે ઉપાધ્યક્ષોની નિયુક્તિ પર વિચાર કરી રહી છે.
પત્ર વિશે સાંસદ કે. સુરેશ સાથે ETV ભારતે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, પત્રને લઇને ચર્ચા તો થઇ છે. પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ પાર્ટીને મજબૂત કરવા માટે સૂચન આપી શકે છે. કોંગ્રેસ એક લોકશાહી વાળી પાર્ટી છે. જેમાં બધાના અલગ અલગ વિચાર અને મત છે. જેથી આ બેઠકમાં આ વિશે ચર્ચા કરવામાં આવશે અને એક નિર્ણય લેવામાં આવશે.
કોરોના મહામારીના કારણે CWCની બેઠક જૂમ એપના એક વેબએક્સ પર થશે. બેઠકના પહેલા નેતાઓને મિટિંગ માટે ID આપવામાં આવશે. જેથી બેઠકમાં થઇ રહેલી ચર્ચાને કોઇ પણ હેકિંગ કે વીડિયો લીક થવાથી બચી શકાય.