નવી દિલ્હીઃ રાજસ્થાનમાં રાજકીય ગરમાવો ચરમ સીમાએ પહોંચ્યો છે. રાજસ્થાન રાજકારણમાં ચાલતાં વિખવાદ વચ્ચે સચિન પાયલટે હાઈકોર્ટમાં કરેલી અરજી પર આજે સુનાવણી હતી. જેને હાઇકોર્ટે સોમવાર સુધી મુલતવી રાખી છેે.
રાજસ્થાન રાજકારણમાં કોંગ્રેસ કોર્ટ સુધી પહોંચી છે. નાયબ મુખ્ય પ્રધાનના પદ પરથી હટાવ્યાં બાદ સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યને સ્પીકર તરફથી મળેલી નોટીસનો પડકારા હાઈકોર્ટે પહોંચ્યો છે.
સચિન પાયલટે કરેલી અરજી પર આજે શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પરંતુ હાઇકોર્ટે તેને સોમવાર સુધી ટાળી છે. જ્યારે બીજી બાજુ આજે મુખ્ય પ્રધાન અશોક ગેહલોત એક વાર ફરી પત્રકાર પરિષદ યોજશે.