સોમવારે 12 વાગે કુલભૂષણ જાધવને માત્ર બે કલાક માટે આ એક્સેસ મળશે. આ દરમિયાન ભારતના ડેપ્યૂટી હાઈ કમિશ્નર ગૌરવ અહલૂવાલિયા કુલભૂષણ જાધવ સાથે મુલાકાત કરશે. 1 ઓગસ્ટના રોજ પાકિસ્તાના વિદેશ કાર્યાલય તરફથી જાહેરાત કરાઈ હતી કે, ફાંસીની સજા કાપી રહેલા ભારતીય નૌસેનાના સેવા નિવૃત અધિકારી જાધવને આવતીકાલથી રાજદ્વારી મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે, જાધવને રાજદ્વારી મદદમાં અમુક શરતોને લઈ બંને દેશો વચ્ચેના મતભેદોને કારણે જે બેઠક યોજાવાની હતી, તેને મુલતવી રાખવી પડી છે.
ભારતે અતિ ઝડપથી મદદ કરવા આગ્રહ રાખ્યો હતો
ભારતે ગુરુવારના રોજ પાકિસ્તાનથી કુલભૂષણ જાધવને તાત્કાલિક મદદ આપવા તથઆ રાજદ્વારી મદદ પહોંચાડવામાં બને તેટલું ઝડપી કામ કરવા આદેશ આપ્યો હતો. સાથે સાથે અન્ય રાજદ્વાકી માધ્યોથી પાડોશી દેશોના સંપર્કમાં છે.
જૂલાઈમાં હેગની આંતરરાષ્ટ્રીય કોર્ટે જાધવને કોઈ પણ પ્રકારનું મોડુ કર્યા વગર રાજદ્વારી મદદ પહોંચાડવાનો આદેશ કર્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે પણ કહ્યું હતું કે, રાજદ્વારી માધ્યમોના સંપર્કમાં છીએ. આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશને તાત્કાલિક ધોરણે લાગૂ કરવામાં આવે તેવી વાત પણ તેમને કહી હતી.
ભારતીય નૌસેનાના નિવૃત અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાનની આર્મી દ્વારા જાસૂસી તથા આતંકવાદના ખોટા કેસમાં એપ્રિલ 2017માં મોતની સજા સંભળાવી છે. આ અંગે ભારતનું કહેવું છે કે, જાધવને ઈરાનમાંથી અપહરણ કરી લાવ્યા છે. જ્યાં તે નિવૃતિ બાદ ધંધાર્થે ત્યાં ગયા હતા. તેમના પર ખોટા આરોપો લગાવ્યા છે. આ ઘટના બાદ ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઈ આ કેસમાં પાકિસ્તાનને પડકાર ફેંક્યો છે.