ETV Bharat / bharat

આજનો દિવસ એટલે કે રવિવાર તમારા માટે કેવો રહેશે, જાણો આજનું રાશિફળ - એસ્ટ્રોલોજી

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે રવિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

Todays Horoscope
Todays Horoscope
author img

By

Published : Jul 5, 2020, 6:00 AM IST

મેષ : આપનો આજનો દિવસ મિશ્ર ફળ આપનાર હશે. આજે આપ તબિયતમાં થોડી અસ્‍વસ્‍થતા અને બેચેની અનુભવી શકો છો માટે સ્વાસ્થ્યપ્રદ ખોરાક, પુરતી ઊંઘ અને નિયમિત જીવનશૈલીના આગ્રહી બનજો. ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહેતું હોય તો અત્યારે સંભાળજો જેથી સંબંધોમાં તણાવ ટાળી શકાય. જો કે, વ્યાપક રીતે જોવામાં આવે તો આજે આપનું વલણ ન્‍યાય ભરેલું રહે. નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરાઇ શકો. ધા‍ર્મિક કાર્યોનું આયોજન થઇ શકે છે. આજે આપ જે પ્રયત્‍નો કરો છો તે ખોટી દિશામાં થતાં હોય તેવું બને.

વૃષભ : આપના પર કામનું વધારે પડતુ ભારણ રહેવાને કારણે તેમજ ખાનપાનમાં સાવચેતી ન રાખવાને કારણે સ્વાસ્થ્ય કથળે માટે પહેલું સુખ તે જાતે નર્યા અનુસાર આજે તમારે પોતાની જાત પર વધુ ધ્યાન આપવું પડશે. પૂરતા પ્રમાણમાં ઊંઘ અને આહાર લેજો. આજે પ્રવાસ ન કરો તે વધુ હિતાવહ છે કારણ કે તેમાં વિઘ્નો આવી શકે છે. સમયસર કામ પાર ન પડે તો મન પર લેવાના બદલે શાંત ચિત્તે તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવો. આધ્યાત્મિક વાંચન તેમ જ ધ્યાન અને યોગ આપને માનસિક રાહત આપશે.

મિથુન : આજે આપ મોજશોખ અને મનોરંજનમાં રૂચિ કેળવશો. પરિવારજનો, મિત્રો, પ્રિયજનો સાથે વધુ સમય રહેવાનું થાય. જાહેર જીવનમાં આપના માનપાન વધશે. આપ વિજાતીય લોકોથી આકર્ષાશો. આપના જીવનમાં કોઇ પ્રણય પ્રસંગની શરૂઆત થઇ શકે. જાહેરમાં માન પ્રતિષ્ઠા મેળવી શકશો. આપ દાન ઘર્મ પણ કરી શકશો.

કર્ક : આપનો આજનો દિવસ આનંદ અને સફળતાનો બની રહેશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ જળવાઇ રહેશે. નોકરી કરતા લોકો માટે ઓફિસનું વાતાવરણ પણ સારું રહેશે. આપની હાથ નીચે કામ કરતા લોકો તેમ જ મોસાળથી આપ લાભ મેળવી શકશો. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. નાણાંકીય લાભ થઇ શકે. આપ જરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચ કરી શકશો. આપના વિરોધીઓ સામે આપ વિજય મેળવી શકશો.

સિંહ : આજે આપ શારીરિક માનસિક સ્‍વસ્‍થતાથી કામ કરશો. સર્જનાત્‍મક પ્રવૃત્તિઓમાં વિશેષ દિલચશ્‍તી રહેશે. સાહિત્‍ય કલાક્ષેત્રે કંઇક નવું સર્જન કરવાની પ્રેરણા મળે. પ્રેમીજનો પ્રિયપાત્ર સાથે અવારનવાર કમ્યુનિકેશન થાય. સંતાનોના શુભ સમાચાર મળે. ધાર્મિક કે પરોપકારનું કાર્ય આપના મનને આનંદ આપશો.

કન્યા : આપનો આજનો દિવસ અનુકૂળતા અને પ્રતિકૂળતાઓથી મિશ્રિત હશે. પરિવાર પર વધુ ધ્યાન આપવાની સલાહ છે. નોકરી અને વ્‍યવસાયના સ્‍થળે ગ્રાહકોની નવી નવી માંગને ધ્યાનમાં રાખવા જતા સામાન્ય કરતા થોડી મુશ્કેલ પરિસ્થિતિ રહે. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે વધુ પડતી ચર્ચામાં પડવાનું ટાળજો. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ન કરવો. સંતાનો પર પોતાના વિચારો જીદપૂર્વક લાદવાનો પ્રયાસ ના કરવો. ધનખર્ચ થાય.

તુલા : હાલના સમયે આપનું નસીબ આપની તરફેણમાં હોવાથી જો આપ નવું કામ કે સાહસ શરૂ કરવા માંગતા હોવ દિવસ ઘણો અનુકૂળ છે. યોગ્ય રીતે નાણાંનું રોકાણ કરશો તો ચોક્કસ લાભ થશે. કુટુંબમાં લોકો સાથે સંબંધ વધુ ગાઢ બનશે. આપ નજીકના ધાર્મિક સ્થળની મુલાકાત લઇ શકશો. વિદેશમાં રહેતા મિત્રો અને સંબંધીઓના સારા સમાચાર મેળવીને આનંદ અનુભવશો.

વૃશ્ચિક : કુટુંબમાં સંઘર્ષ કે મનદુઃખ ન થાય તેનું ધ્યાન રાખવું પડે. આપે નકારાત્મકતાને દૂર રાખવી જોઇએ. વિદ્યાર્થીઓ માટે મહેનતપૂર્ણ સમય છે. ખોટો ખર્ચ ન થાય તે અંગે સાવચેત રહેવું જોઇએ. શરીર મનમાં થોડી બેચેની રહ્યા કરશે જેથી કોઈ નિર્ણય લેવાનો હોય તો બીજાની સલાહ લેવી.

ધન : આજે આપ નક્કી કરેલા કામમાં સફળતા તેમ જ નાણાંકીય લાભ મેળવી શકશો. આપ કુટુંબ સહિત શુભ પ્રસંગમાં હાજરી આપી શકશો. કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લો તેવી શક્યતા છે. આપના સ્વજનો સાથે વાત કરીને ખુશી અનુભવશો. લગ્નજીવનમાં વધુ સામીપ્ય અને ગાઢ સંબંધો માણી શકશો. જાહેર જીવનમાં આપના માન-પાન વધશે.

મકર : આપનો દિવસ ધાર્મિક કાર્યોમાં પસાર થશે. ધાર્મિક કાર્યોમાં આપ નાણાં ખર્ચ કરશો. પૂજા પાઠ અને ધાર્મિક કાર્યોમાં આપ નાણાં ખર્ચ કરશો. પરિવાજનો તેમજ સંબંધીઓ સાથે વાતચીતમાં ધ્યાન રાખવું પડશે, અન્યથા તેમનું મન દુભાય તેવી શક્યતા છે. આપને મહેનતના પ્રમાણમાં પરિણામ ન મળે તો બમણા જોશ સાથે પ્રયાસ કરવાની સલાહ છે. આપે સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે. આપના લગ્ન જીવનમાં સારો તાલમેલ જાળવવા માટે થોડા પ્રયાસ કરવા પડશે.

કુંભ : આજે આપ નવા કામ હાથ ધરશો. આપ નોકરી ધંધામાં આવકના નવા સ્રોત ઉભા કરશો. આપને આપના સ્ત્રી મિત્રોથી લાભ થઇ શકે. સમાજમાં આપ માન-પાન અને પ્રતિષ્ઠા મેળવી શકશો. પરિવારજનો પાસેથી આપ સંતોષ અને ખુશી મેળવી શકશો. આપને ધંધા કે નોકરી અર્થે કોઇ ખાસ વ્યક્તિ સાથે સંપર્ક થઇ શકે છે. આપને શારીરિક અને માનસિક ખુશી મળશે.

મીન : આજનો દિવસ આપને સારું ફળ આપશે. આપ કામમાં સફળતા મેળવશો અને ઉચ્ચ અધિકારીઓ તરફથી મળતું પ્રોત્સાહન આપનો ઉત્સાહ વધારશે. વેપારમાં વૃધ્ધિ અને આવકમાં પણ વધારો થશે. ઉઘરાણીના નાણાં મેળવી શકશો. પિતા અને વડીલો તરફથી ફાયદો થશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. કુટુંબમાં સુખશાંતિ જળવાશે. પદોન્નતિ મેળવી શકશો. સરકાર તરફથી ફાયદો થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.