વિકાસ પ્રમુખ રોહિત કંસલે કહ્યુ કે, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આજથી 190 શાળાઓ ફરી ખુલશે. કારણ કે, બાળકોની પ્રંશાસનને ચિંતા છે. માટે તેમની સુરક્ષા માટેની તમામ જોગવાઈઓ કરવામાં આવશે. જેમાં લજાન, સંગરી,પંથાચૌક, નૌગામ,રાજાબાગ, જવાહર નગર, ગગરીબલ, ધરા,થેડ,બટ્ટાલમૂ અને શાલ્ટેંગનો સમાવેશ કરવામાં આવશે. કંસલે પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરતા કહ્યુ કે, અમારી પાસે શ્રીનગર જિલ્લાની 190 પ્રાથમિક શાળા ફરી ખોલવાની યોજના છે.
જે ક્ષેત્રમાં રજા જાહેર કરવામાં આવી હતી. ત્યાંથી કોઈ અધટિત ઘટના સામે આવ્યો નથી. કંસલે કહ્યુ કે, સરકાર બધી લૈન્ડલાઈનને ટુંક સમયમાં જ શરુ કરશે.તેમણે કહ્યુ કે, કાશ્મીર ધાટીમાં એકસ્ચેન્જ કામ પુર્ણ કરવા માટે બી.એસ.એન.એલના અધિકારી અને ટેકનિશયન સતત કામે લાગ્યા છે.