પશ્ચિમ બંગાળઃ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકરે રાજ્યમાં શાસક TMC માટે કેન્દ્રના આર્થિક પેકેજની પ્રશંસા કરી છે. પાર્ટીએ ધનકરને કહ્યું કે, તેઓએ આગામી વિધાનસભાની ચૂંટણી ભાજપની ટિકિટ પર લડવી જોઈએ. રાજ્યપાલે ખેડૂતોની મુશ્કેલી દૂર કરવાના પ્રયાસો બદલ વડાપ્રધાન મોદીના વખાણ કર્યાં હતાં અને સીએમ મમતા બેનર્જીને પીએમ કિસાન યોજનામાં સામેલ થવાનો આગ્રહ કર્યો હતો.
તેમણે ટ્વીટ કર્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો, પરપ્રાંતીયો અને શેરી વિક્રેતાઓની સમસ્યાઓ દૂર કરવા માટેના પ્રશંસનીય પ્રયાસો કર્યા છે. પીએમ-કિસાન લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડથી 2 લાખ કરોડ રૂપિયાની રાહત લોન મળશે. આ ઉપરાંત શેરી વિક્રેતાઓને તેમનું કામ શરૂ કરવા માટે 10 હજાર રૂપિયા આપવામાં આવશે.'
TMCના વરિષ્ઠ નેતા અને સાંસદ કલ્યાણ બેનર્જીએ ટ્વીટ કરીને કહ્યું કે, 'રાજ્યપાલ ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યાં છે અને તેઓ આવતા વર્ષે ભાજપની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણીમાં ઉતરશે.'