બ્રાયને કહ્યું કે, વિદ્યાર્થીઓએ અમિત શાહને ફક્ત કાળા ઝંડા બતાવ્યાં હતાં, પરંતુ અમિત શાહે બંગાળમાં બહારથી ગુંડા બોલાવી રાખ્યાં હતાં.
તેમણે કહ્યું કે, અમારી પાસે બતાવવા માટે ફોટા છે, આ ફોટા ચૂંટણી સંબંધિત છે. અમારે કેન્દ્રીય બળ વિરુદ્ધ વ્યકિતગત રુપે કંઇ જ નથી કહેવું, પરંતુ ભાજપની હકીકત સામે આવે તે જરુરી છે. આ સાથે જ તેમણે વિદ્યાસાગરની તૂટેલી પ્રતિમા શેર કરતા આરોપ લગાવ્યો કે, આની પાછળ BJP કાર્યકર્તાઓનો હાથ છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં શાહે કહ્યું કે, જો હિંસા દરમિયામન CRPFના જવાનો હાજર ન હોત તો તેઓ પોતાનો જીવના બચાવી શક્યા ન હોત, સાથે જ શાહે આરોપ લગાવ્યો કે, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ BJP કાર્યકર્તાઓ દ્વારા નહીં પણ TMCના કાર્યકર્તાઓએ જ તોડી પડાઈ છે.