ETV Bharat / bharat

નાણાંપ્રધાન સીતારમનની તુલના ઝેરી સાંપ સાથે કરી TMC સાંસદે 'ઝેર' ઓક્યુ - કલ્યાણ બેનર્જી

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે, " જે રીતે ઝેરી સાંપ કરડવાથી માણસ મરી જાય છે તે જ રીતે નાણાંપ્રધાન નિર્મલા સીતારમનના કારણે લોકો મરી રહ્યા છે. તેમણે દેશના અર્થતંત્રનો સત્યાનાશ કર્યો છે"

A
નાણાંપ્રધાન સીતારમનની તુલના ઝેરી સાંપ સાથે કરી TMC સાંસદે 'ઝેર' ઓક્યુ
author img

By

Published : Jul 5, 2020, 7:41 PM IST

કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીના આ વિવાદીત નિવેદન સામે ભાજેપે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મમતા બેનર્જીનો તેમના પક્ષના નેતાઓ પર અંકુશ રહ્યો નથી. તેઓ બેબાકળા બની બફાટ કરી રહ્યા છે.

કલ્યાણ બેનર્જીએ આ નિવેદન પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ તેમજ રેલવેના ખાનગીકરણ સામે શનિવારે બાંકુરામાં યોજાયેલી સભામાં આપ્યુ હતું.

બેનર્જીએ સીતારમનને માત્ર ઝેરી સાંપ જ નહીં પણ દુનિયાનાં સૌથી ખરાબ નાણાંપ્રધાન ગણાવ્યા હતાં. આ ઉપરાંત તેમણે વડાપ્રધાનની ટીકા કરતાં કહ્યું હતું કે, " વડાપ્રધાને નવા ભારતનું વચન આપ્યુ હતું પરંતુ તેમણે વિકાસ દરને પણ ભોંયતળીયે ધકેલી દીધો છે"

ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે વળતો જવાબ આપતા કહ્યુ હતું કે, "તૃણમૂલ કોંગ્રેસ ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. આંતરિક વિખવાદ ચરમસીમાએ છે એટલે ધ્યાન ભટકાવવા આવી વાહિયાત વાતો કરી રહ્યા છે.

ઘોષે ઉમેર્યુ હતું કે, " આવી વાતોને અમે કોઈ મહત્વ નથી આપતાં. હતાશામાં તેઓ બકવાસ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.