તિવાડીના કોંગ્રેસમાં જોડાયા પછી, તેમની પાર્ટીના પદીધિકારિયોં અને કાર્યકરો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યા પછી રાજકાણમાં ગરમાવો આવ્યો છે. આ બધા કાર્યકર્તાઓ તિવાડીના નિર્ણયથી નારાજ હોવાના કારણે આ પગલુ ભરવામાં આવશે.તમામ કાર્યકરોભારત વાહીનીના અધ્યક્ષ વિમલ અગ્રવાલના નેતૃત્વ હેઠળ BJPમાં જોડાશે.
આપને જણાવી દઇએ કે, કોંગ્રેસઅધ્યક્ષ રાહુલ ગાંધીના રાજસ્થાન પ્રવાસ દરમિયાન જયપુરનાવરીષ્ઠ નેતા તિવાડીએકોંગ્રેસનો હાથ પકડ્યો હતો.કોંગ્રેસમાં જોડાયા પછી, તિવાડીએ કહ્યું કે લોકતાંત્રિક મૂલ્યોને સુરક્ષિત કરવા આ પગલાં લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છેકે, વિધાનસભાની ચૂંટણી પહેલાં ભૂતપૂર્વ CM વસુંધરા રાજે સાથે લાંબી નારાજગી પછી તિવાડીએ BJP છોડવાનો નિર્ણય કર્યો હતો. આ પછી તેમણે ભારતીય વાહિની નામની એક નવી પાર્ટી બનાવીને રાજકીય પક્ષ મેદાનમાં ઉતાર્યો હતો. પરંતુતેમની પાર્ટી કંઇ ખાસ કરી ન શકી તેમની પાર્ટી નિષ્ફળ રહી.