શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં રાજૌરી જિલ્લામાં સેનાએ લશ્કર-એ-તોઇબાના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ અંગે આઈજી મુકેશ સિંહ જણાવ્યું કે, સુરક્ષાબળોએ આ આતંકવાદીઓ પાસેથી એકે-56 રાઈફલ, બે પિસ્તોલ, ચાર ગ્રેનેડ અને એક લાખ રૂપિયા રોકડ સહિત દારુગોળો એને હથિયારો જપ્ત કર્યા છે.
તમને જણાવી દઈએ કે, એનઆઈએ પણ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને કેરળના અનાર્કુલમમાં અલકાયદા આતંકી સંગઠનના એજન્ટોની ધરપકડ કરી હતી. એક રેડ દરમિયાન એનઆઈએ એ અલકાયદાના નવ આતંકવાદીઓની ધરપકડ કરી છે.
એવામાં જમ્મુ-કાશ્મીરમાં પણ સેના દ્વારા ફરી ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જેની પુષ્ટી ખુદ આઈજી મુકેશ સિંહે કરી છે. સેનાએ આ આંતકીઓ પાસેથી અનેક સામગ્રી કબ્જે કરી છે. જેમાં રોકડ રકમ, રાઈફલ, હથિયારો અને દારુગોળો હતો.