મુંબઈ : કરાચી સ્ટોક એક્સચેન્જ હુમલા બાદ મુંબઈ પોલીસે કહ્યું કે, પાકના કરાચીથી ધમકી ભર્યો ફોન આવ્યો હતો. જેમાં મુંબઈની તાજ હોટલને ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી છે.
મુંબઈ પોલીસે જણાવ્યું કે, પાકિસ્તાનથી આવેલા ફોનમાં તાજ મહેલને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી છે. ત્યારબાદ હોટલ અને આસપાસના વિસ્તારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમજ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને પણ અલર્ટ પર રાખવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે, 12 વર્ષ પહેલા 26/11નો આતંકી હુમલામાં તાજ હોટલ સહિત મુંબઈના અન્ય સ્થળોને પણ નિશાન બનાવવામાં આવ્યું હતુ. આતંકીઓ દરિયાઈ વિસ્તારથી મુંબઈ આવ્યા હતા.પાકિસ્તાનના કરાચી સ્ટોક એક્સચેન્જ પર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન આતંકી ઓસામા બિન લાદેનને શહિદ કહ્યા હતા.
2008માં 26 નવેમ્બરના રોજ મુંબઈની તાજ હોટલમાં ભયાનક આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 160થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં સુરક્ષાદળોએ 9 આતંકીઓને ઠાર માર્યા હતા.
મુંબઈ આતંકી હુમલામાં સામેલ અઝમલ કસાબને પકડવામાં સફળતા મળી હતી.