થોરાટે પત્રકારોને સંબોધતા કહ્યું કે, તેઓ (ખડસે) મારા મીત્ર છે. તેમની સાથે વર્ષોથી સંબંધ છે. અમે આ પહેલા કહ્યું છે કે, જો તેવી સ્થિતી ઉદભવે તો અમે નાથ ભાઉ જેવા વ્યક્તિનું સ્વાગત કરીએ છીએ.
આપને જણાવી દઈએ કે ખડસેએ 2016માં દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે પાછલા થોડા વર્ષોમાં નારાજગીના કારણે જાહેર રૂપથી ટિપ્પણીઓ પણ કરી છે. ત્યારબાદ ઓક્ટોબરમાં થયેલા વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શન બાદ પાર્ટીના રાજ્ય નેતૃત્વ પર તેમની ટિપ્પણી થોડી કડક શબ્દોમાં થઈ ગઈ હતી.
આ વચ્ચે અન્ય કોંગ્રેસ નેતા તેમજ રાજ્ય પ્રધાન નિતિન રાઉતે કહ્યું કે નાગપુરમાં વિધાનસભા સત્ર દરમિયાન ભાજપને મોટો ઝટકો લાગી શકે છે. આ સત્ર 16 ડિસેમ્બરથી શરૂ થશે.