કંકડબાગના ઘણા ઘરોમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાઇ ગયું છે. આ વિસ્તારમાં વિજળીનો સપ્લાય પણ ઘણા દિવસોથી બંધ છે. ઘણા લોકોને રેસ્કયુ કરવામાં આવ્યા છે. પરંતુ પટનાના તમામ વિસ્તારો હજી પણ પાણી ભરાયા છે, સ્થિતિ સુધરતા હજી પણ ઘણા દિવસો લાગશે.
કંકડબાગના મલાહી પકડી વિસ્તારમાં 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઇ ગયું છે. મલાહી પકડી ચોક અને પાટલિપુત્ર ઇન્દોર સ્ટેડિયમ પાસે 4 ફૂટથી વધારે પાણી છે અને ત્યાં સુધી પહોંચવું સરળ નથી. મલાહી પકડીની પાસે પ્રશાસને રાહત કેમ્પ લગાવ્યો હતો. જ્યાં NDRFના 6 બટાલિયન તૈનાત છે.
બિહારના પુર પ્રભાવિત વિસ્તારોમાં બિહાર સરકારની ટીમો પીવાનું પાણી અને ખાધ્ય સામગ્રી પહોંચાડી રહી છે. વિજળી પુરવઠોને બરાબર કરવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. પટના ડી.એમ કુમાર રવિએ જણાવ્યું કે, પટનાના ઘણા વિસ્તારોમાં રાહત કેમ્પ સંચાલિત કરવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, ટેન્કરોથી પાણી વાળા વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.