ETV Bharat / bharat

કોરોના વાઇરસની રસી શોધી કાઢવાનું કાર્ય યુદ્ધના ધોરણે આગળ વધી રહ્યું છે - કોરોના વાઇરસ

આઇઆઇટી દિલ્હીના જીવ વિજ્ઞાન વિભાગના ખ્યાતનામ પ્રોફેસર અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા સૈયદ. ઇ હસનૈને કહ્યું હતું કે નોવેલ કોરોના વાઇરસની આનુવાંશિક કડીને તોડવા અને એક વાઇરસમાંથી તેના જેવો જ બીજો વાઇરસ કેવી રીતે પેદા થાય છે તે શોધી કાઢવા ભારત પાસે અત્યંત આધુનિક એવી વૈજ્ઞાનિક ટેકનોલોજી ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતની વિવિધ કંપનીઓ કોરોના વાઇરસની રસી અને દવા શોધી કાઢવા સઘન પ્રયાસો કરી રહી છે. દેશની વિજ્ઞાન નીતિના સલાહકાર એવા પ્રોફેસર હસનૈને કહ્યું હતું કે આ વાઇરસની રસી આગામી થોડા મહિનાઓથી લઇને એક વર્ષ સુધીમાં કોઇપણ સમયે શોધી કાઢવામાં આવશે.

a
કોરોના વાઇરસની રસી શોધી કાઢવાનું કાર્ય યુદ્ધના ધોરણે આગળ વધી રહ્યું છે
author img

By

Published : Apr 28, 2020, 1:04 PM IST

સરકાર અને આરોગ્ય વિભાગના નિષ્ણાતો દ્વારા જાહેર કરાયેલા અગમચેતીના તમામ પગલાનું પાલન કરવા તેમણે દેશના લોકોને સલાહ પણ આપી હતી. વધુમાં તેમણે એવો પણ અભિપ્રાય આપ્યો હતો કે કોરોના વાઇરસ સામે લડવાનો શ્રેષ્ઠ ઉપાય વધુમાં વધુ ટેસ્ટિંગ થાય તે છે. પ્રોફેસર હસનૈનનું જર્મનીની સરકાર તરફથી “ઓર્ડર ઓફ મેરિટ ઓફ ધ ફેડરલ રિપબ્લિક ઓફ જર્મની” એવોર્ડ દ્વારા સન્માન કરાયું છે. 2016માં તેમણે જામિયા હમદર્દ યુનિવર્સિટિના વાઇસ ચાન્સેલર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ઇનાડુ સાથે કરાયેલા તેમના ઇન્ટરવ્યૂના કેટલાંક અંશ આ મુજબ છે.

તદ્દન નવા જ પ્રકારના વાઇરસનો જન્મ થવાનું કારણ શું? શું આપણે તેને જન્મ પહેલાં જ શોધી શકીએ ખરા?

નવા વાઇરસની રચના થવી એ કુદરતી પ્રક્રિયા છે. વાઇરસના અતિસુક્ષ્મ કણ ખુબ જ ધીમે ધીમે આકાર લેતાં હોય છે. આ પ્રક્રિયામાં દાયકાઓ પસાર થઇ જાય છે. આ પ્રક્રિયામાં વાઇરસનું ભૌગોલિક ઉદગમ સ્થાન પણ મહત્વનો ભાગ ભજવે છે. તેનો જન્મ થતાં પહેલાં તેને શોધી કાઢવો તદ્દન અશક્ય છે. કોવિડ-19માં જવાબદાર એવા સાર્સ-કોવ-2 વાઇરસનું ઉદગમ સ્થાન ક્યાં છે તે કહેવું અત્યંત મુશ્કેલ છે. એચઆઇવીની રસી શોધી કાઢનાર અને નોબેલ પારિતોષિક વિજેતા લુક મોન્ટેગ્નિયરે એવો અભિપ્રાય આપ્યો હતો કે કોરોના વાઇરસનું ઉદગમ સ્થાન કોઇ પ્રયોગશાળા હોવી જોઇએ.

ભારતમાં કોવિડ-19ના સંશોધનકાર્ય માટે કેવી સુવિધાઓ ઉપલબ્ધ છે?

આ વાઇરસના જીનેટિક મ્યુટેશન (એક જ પ્રકારની શારીરિક સંરચના સાથે ફરીથી નવું રૂપ ધારણ કરવું) ને શોધી કાઢવા અને તેની આનુવાંશિક કડીને ઓળખી કાઢવા કેટલીક પાયાની સુવિધા હોવી જરૂરી છે. કોવિડ-19ની રસી અને દવા બનાવવા આપણે સંપૂર્ણ સક્ષમ છીએ. આપણા દેશમાં પૂણે સ્થિત સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઇઆઇ) ઇમ્યુનોબાયોલોજિકલ (શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારતી) દવા નુ ઉત્પાદન કરવામાં ટોચનું સ્થાન ધરાવે છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપની રોટાવેક (રોટા વાઇરસની સૌ પ્રથમ રસી)ને શોધી કાઢી હતી અને વિશ્વભરમાં લાખો લોકોના જીવ બચાવ્યા હતા.

આ મહામારી ઉપર અંકુશ મેળવવાથી ભારત હજુ કેટલું છેટું છે?

આપણે તદ્દન યોગ્ય માર્ગે આગળ વધી રહ્યા છીએ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ની કમાન પોતાના હાથમાં લઇને ભારત સરકારે તદ્દન યોગ્ય પગલું ભર્યું હતું. આજે આઇસીએમઆર દ્વારા દૈનિક 30,000 લોકોનું ટેસ્ટિંગ થાય છે, અને આગામી દિવસોમાં ટેસ્ટ કરવાની ક્ષમતા પણ વધારી દેવામાં આવશે. સ્પેન, ઇટાલી, ફ્રાન્સ અને અમેરિકા જેવા વિકસીત દેશોની તુલનાએ ભારતમાં કેસોની સંખ્યા ઘણી ઓછી છે.

રસીને બનાવતા હજુ કેટલો સમય લાગશે?

કેટલીક કંપનીઓ અને સગઠનો હાલ એ દિશામાં કામ કરી રહી છે. વિશ્વભરમાં હાલ પાંચ રસી ક્લિનિકલ ટ્રાયલ થવાની રાહ જોઇ રહી છે. પૂણએ સ્થિત એસએસઆઇ હાલ બીસીજીની રસી શોધાઇ તે પેટર્ન ઉપર આધારિત રસી બનાવી રહી છે. ભારત બાયોટેક પણ એ જ દિશામાં કામ કરી રહી છે. રસી બનાવવામાં થોડા મહિનાઓથી માંડીને એકાદ વર્ષનો સમય લાગી શકે છે. છેલ્લા કેટલાંક મહિનાઓથી અમે પણ જામિયા હમદર્દ યુનિવર્સિટિ ખાતે કોવિડ-19ની રસી માટે સંશોધનકાર્ય કરી રહ્યા છીએ.

નોવેલ કોરોના વાઇરસ સામે લડવા શું ભારતીયો પાસે કોઇ અસાધારણ રોગપ્રતિકારક શક્તિ છે?

કેસોની ઓછી સંખ્યા જેવા કેટલાંક મુદ્દા એ વાતનો સંકેત કરે છે કે ભારતીયો પાસે વધુ મજબૂત રોગપ્રતિકારક શક્તિ છે, જો કે તે વાતનો હજુ સુધી કોઇ પુરાવો ઉપલબ્ધ થયો નથી, પરંતુ જ્યાં બીસીજીની રસીનો ઉપયોગ થાય છે એવા દેશોમાં કોવિડ-19 દ્વારા થયેલા મોતની સંખ્યા ઓછી નોંધાઇ છે.

તમે પ્રજાને શું સલાહ આપશો?

આજની તારીખે એમ કહીશ કે કોવિડ-19 માટે હજુ સુધી કોઇ રસી ઉપલબ્ધ નથી. જ્યાં સુધી કોઇ દવા કે રસી શોધાય નહીં ત્યાં સુધી આપણે સોસિયલ ડિસ્ટન્સિંગની મદદથી આપણી જાતનું રક્ષણ કરીએ. ચેપના સંક્રમણને રોકવા લોકડાઉન એ વૈજ્ઞાનિક રીતે સિધ્ધ થયેલો એક ઉપાય છે. પોતાની વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી, માસ્ક પહેરવું અને 20 સેકંડ માટે વારંવાર હાથ ધોવા ખુબ જ જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.