ઉત્તરાખંડના ટીહરીમાં એક સ્કુલ બસ ખીણમાં ખાબકી હતી. જે દુર્ઘટનામાં 9 બાળકોના મોત થયા હતા, જ્યારે 12 બાળકોને ગંભીર ઈજા પહોંચી છે. ઘાયલ બાળકોને હોસપિટલ ખસેડવામાં આવ્યા છે. ફસાયેલા બાળકોને બચાવવા SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બાળકોને બચાવવાની કામગીરી ચાલુ છે. બસમાં ક્ષમતા કરતા વધારે બાળકો હતા.
તો બીજી તરફ ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર લાંબાગઢની પાસે એક બસ પર ખડક તૂટી પડતા 5 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા મુસાફરો હજુ પણ અધવચ્ચે ફસાયા છે.
