દિલ્હીઃ ટ્રેનમાં પ્રવાસ કરવાની રાહ જોઇ રહેલા લોકો માટે મોટા સમાચાર છે. ભારતીય રેલવે 200 ટ્રેનોનું સંચાલન શરૂ કરશે. આ ટ્રેનોને ફક્ત વિશેષ કેટેગરીમાં જ ચલાવવામાં આવશે. તહેવારની સિઝનને ધ્યાનમાં રાખીને રેલવે 15 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી 200 વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે.
હાલમાં રેલવેની તમામ પેસેન્જર ટ્રેનો અનિશ્ચિત સમય માટે રદ કરવામાં આવી છે. માર્ચમાં કોરોના વાઇરસની મહામારીના કારણે ટ્રેનો રદ કરવામાં આવી હતી. હાલ રેલવે જુદા-જુદા રૂટ ઉપર વિશેષ ટ્રેનો ચલાવી રહી છે.
રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEO વી.કે.યાદવના જણાવ્યા અનુસાર તહેવારની સીઝન અને ટ્રેન દોડાવા અંગે વિચાર ચાલી રહ્યો છે. અત્યારે, વિવિધ ઝોનમાંથી સમીક્ષા રિપોર્ટ માંગવામાં આવ્યો છે. તે પછી જ તહેવારની મોસમની વિશેષ ટ્રેનો વિશે અંતિમ નિર્ણય લેવામાં આવશે. હાલમાં અંદાજીત 200 ટ્રેનો શરૂ કરવામાં આવશે પરંતુ, જો સ્થિતિ સારી હશે તો વધુ ટ્રેનો પણ દોડાવી શકાશે.
જે લોકો બેંગ્લોર અને અન્ય શહેરો અને નગરોમાં સ્થાયી થયા છે, તેઓ તહેવાર માટે તેમના વતન જશે ખાસ કરીને વિવિધ રાજ્યોના બિહારીઓ છઠ પૂજાની પૂર્વ સંધ્યાએ તેમના વતન જવા રવાના થશે. આ ભીડને ધ્યાનમાં રાખીને, રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે 30 સપ્ટેમ્બરના રોજ તમામ ઝોનના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા એક બેઠક યોજી હતી. જેથી ભીડ ક્યા માર્ગો પર રહેશે તેની ચર્ચા કરવામાં આવી હતી.
ઉપલબ્ધ થશે ટ્રેન
- સિકંદરાબાદ - તિરુવનંતપુરમ
- સિકંદરાબાદ - ગુવાહાટી
- સિકંદરાબાદ - તિરુપતિ
- સિકંદરાબાદ - કાકિનાદા
- સિકંદરાબાદ - નર્સપુર
- હૈદરાબાદ - ચેન્નાઈ
- કાચીગુડા - મૈસુર
- કડપ્પા - વિશાખાપટ્ટનમ
- પૂર્ણા - પટણા
- સિકંદરાબાદ - રાજકોટ
- વિજયવાડા- હુબદલી રોક્સુલ
- તિરુપતિ - અમરાવતી (મહારાષ્ટ્ર)
- નાગપુર - ચેન્નાઈ
- સિકંદરાબાદ - હાવડા
- ભુવનેશ્વર - બેંગ્લોર
ઉલ્લેખનિય છે કે, રેલવેએ દિલ્હીને દેશના વિવિધ ભાગોથી જોડતી 15 વિશેષ રાજધાની ટ્રેનોનું સંચાલન 12 મેના રોજ શરૂ કર્યું હતું. ત્યારબાદ 1 જૂનથી લાંબા અંતરવાડી 100 જોડી ટ્રેન કાર્યર્ત કરી હતી.12 સપ્ટેમ્બરથી 80 વધારાની ટ્રેનો પણ દોડાવવામાં આવી છે ,જેને ક્લોન ટ્રેનો નામ આપવામાં આવ્યું છે.