નવી દિલ્હી: ભારતીય રેલ્વેએ રવિવારે જણાવ્યું હતું કે, તે 1 મેથી 1,300 'શ્રમિક સ્પેશિયલ' ટ્રેન દ્વારા 17 લાખથી વધુ સ્થળાંતર મજૂરને તેમના વતન પહોંચાડી રહી છે.
રેલ્વેએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસ દરમિયાન દરરોજ બે લાખથી વધુ લોકો પોતાના વતન જઇ રહ્યા છે. આગામી દિવસોમાં દરરોજ ત્રણ લાખ મુસાફરો વધવાની સંભાવના છે.
અત્યાર સુધીમાં, મોટાભાગની ટ્રેનો ઉત્તર પ્રદેશ પહોંચી ગઈ છે. રાજ્ય દ્વારા અત્યાર સુધીમાં 500થી વધુ ટ્રેનને મોકલાવાની મંજૂરી આપવામાં આવી છે. આ પછી, બિહાર લગભગ 300 ટ્રેનોની પરવાનગી સાથે બીજા નંબરે છે.
કેન્દ્રએ એમ પણ કહ્યું હતું કે, દરરોજ 300 વિશેષ ટ્રેન ચલાવવાની ક્ષમતા રહેલી છે અને રેલવેપ્રધાન પિયુષ ગોયલ પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડ જેવા રાજ્યોને વધુ ટ્રેનોની મંજૂરી આપવા અપીલ કરી રહ્યા છે.