ETV Bharat / bharat

'ધ પ્રેસિડેન્શિયલ યર્સ': 2014માં કોંગ્રેસની હાર માટે સોનિયા અને મનમોહન સિંહ જવાબદાર - રાષ્ટ્રપતિ વર્ષ

શુક્રવારે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના જન્મદિવસ નિમિત્તે તેમણે લખેલા સંસ્મરણો અંગેના પુસ્તકની જાહેરાત કરવામાં આવી હતી. પ્રણવ મુખર્જીએ 'ધ પ્રેસિડેન્શિયલ યર્સ'માં પોતાના સંસ્મરણો લખ્યા છે. આ પુસ્તક રૂપા પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવશે, જે જાન્યુઆરી 2021માં તમામ લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. 31 ઓગસ્ટે કોરોનાના કારણે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું મોત થયું હતું. પ્રણવ મુખર્જીએ સંસ્મરણોમાં કહ્યું છે, હું એવું માનું છું કે, મારા રાષ્ટ્રપતિ બન્યા પછી પાર્ટી નેતૃત્વ એ રાજકીય દિશા ગુમાવી દીધી છે' સોનિયા ગાંધી પાર્ટીના તમામ મામલાઓને સંભાળવામાં અસમર્થ છે તો મનમોહનસિંહની સાંસદમાંથી લાંબી ગેરહાજરીથી સાંસદોની સાથે કોઈ પણ વ્યક્તિગત સંપર્ક પર વિરામ લાગી ગયો હતો.

'ધ પ્રેસિડેન્શિયલ યર્સ': 2014માં કોંગ્રેસની હાર માટે સોનિયા અને મનમોહન સિંઘ જવાબદાર

author img

By

Published : Dec 12, 2020, 3:26 PM IST

  • આગામી સમયમાં કોંગ્રેસને ઝાટકો આપતું પુસ્તક
  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું પુસ્તક જાન્યુઆરીમાં આવશે
  • પ્રણવ મુખર્જીએ પુસ્તકમાં લખ્યા છે પોતાના સંસ્મરણો
  • મુખર્જીએ 'ધ પ્રેસિડેન્શિયલ યર્સ-2014'માં લખ્યા સંસ્મરણો
  • સોનિયા ગાંધી પાર્ટીને સંભાળવામાં અસમર્થ હતાઃ પ્રણવ મુખર્જી

નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નિધન પહેલા પોતાના સંસ્મરણો લખ્યા છે કે, તેમની રાષ્ટ્રપતિ તરીકે પસંદગી કર્યા બાદ કોંગ્રેસ રાજકીય દિશાથી ભટકી ગઈ હતી અને પાર્ટીના કેટલાક સભ્યોનું માનવું છે કે જો 2004માં તેઓ વડાપ્રધાન બન્યા હોત તો 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે હારનો સામનો ન કરવો પડ્યો હોત. મુખર્જીએ આ સમગ્ર સંસ્મરણ 'ધ પ્રેસિડેન્શિયલ ઈયર્સ'માં લખ્યા હતા, જે રૂપા પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. વાચકો જાન્યુઆરી 2021માં આ પુસ્તક વાંચી શકશે. ઉલ્લેખનીય છે કે, 31 ઓગસ્ટે 84 વર્ષની વયે કોરોના વાઈરસના સંક્રમણ બાદ અને સ્વાસ્થ્ય સંબંધિત જટિલતાઓના કારણે તેમનું નિધન થયું હતું. પુસ્તકમાં કોંગ્રેસના સંદર્ભમાં તેમની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે પાર્ટી આંતરિક ઉથલ-પાથલના તબક્કામાંથી પસાર થઈ રહી છે. આ પુસ્તકમાં મુખર્જીએ લખ્યું છે કે, પાર્ટીના કેટલાક સભ્યોનું માનવું હતું કે જો 2004માં તેઓ વડાપ્રધાન બન્યા હોત તો 2014માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે હારનો સામનો ન કરવો પડ્યો હોત. હું એવું માનતો હતો કે, મારા રાષ્ટ્રપતિ બન્યા બાદ કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વએ રાજકીય દિશા ગુમાવી દીધી હતી. સોનિયા ગાંધી પાર્ટીને સંભાળવામાં અસમર્થ હતા.

નરેન્દ્ર મોદી પોતાના પહેલા જ કાર્યકાળથી જ સર્વાધિકારવાદી શૈલી અપનાવતા દેખાયા

પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું, મારું માનવું છે કે શાસન કરવાનો નૈતિક અધિકાર વડાપ્રધાનની સાથે સમાયેલો છે. દેશની સંપૂર્ણ શાસન વ્યવસ્થા વડાપ્રધાન અને તેમના તંત્રના કામકાજનું પ્રતિબિંબ હોય છે. ડોક્ટર સિંહ ગઠબંધન બચાવવામાં ધ્યાનમગ્ન રહ્યા એટલે આની અસર શાસન પર થઈ. જ્યારે નરેન્દ્ર મોદી પોતાના પહેલા કાર્યકાળમાં શાસનની સર્વાધિકારવાદી શૈલીને અપનાવતા દેખાયા, જેનું પ્રતિબિંબ સરકાર, વિધાનસભા અને ન્યાયતંત્ર વચ્ચેના મજબૂત સંબંધો દ્વારા જોવા મળ્યું હતું. આ પુસ્તકમાં તેમણે પશ્ચિમ બંગાળના એક ગામમાં પસાર કરેલા બાળપણથી લઈ રાષ્ટ્રપતિ રહ્યા સુધીની આખી સફર પર પ્રકાશ પાડ્યો છે. રૂપા પ્રકાશને શુક્રવારે એલાન કર્યું છે કે, મુખર્જીના સંસ્મરણ 'ધ પ્રેસિડેન્શિયલ યર્સ'ને જાન્યુઆરી 2021માં વૈશ્વિક સ્તર પર રજૂ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.