રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીમાં ફેલાયેલા ઝેરી ગેસના જોખમને ધ્યાનમાં રાખી રાષ્ટ્રપતિ ભવનમાં IIT, NIT અને IIESTના ડાયરેક્ટરોની બેઠક બોલાવી હતી. ઉજ્જવળ ભવિષ્ય અને વર્તમાન સમસ્યા સામે લડવા ખાસ બેઠક બોલાવી હતી.
કોવિંદે મંગળવારે આશા વ્યક્ત કરી હતી કે, IIT અને NIT તેમના વિશેષજ્ઞની મદદથી વાયુ પ્રદુષણની સમસ્યાનું સમાધાન શોધી લેશે.
IIT, NIT અને IIESTના ડાયરેક્ટરોની બેઠકમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, વર્તમાન સમયમાં આંકડા મુજબ દેશમાં રાજધાની સહિત અન્ય ઘણા શહેરમાં વાયુ ગુણવતા ઘટી ગઈ છે. ઘણા વિજ્ઞાનિકોએ ખરાબ ભવિષ્યનું ચિત્ર રજુ કર્યું અને ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ કપરી પરિસ્થિતિ છે, દેશમાં રાજધાની સહિત ઘણા શહેરોમાં વાતાવરણ પ્રદુષિત હોવાના આંકડા જોતા આપણે નવા વિકલ્પો શોધી આ સમસ્યાનું સમાધાન શોધવુ પડશે.
રાષ્ટ્રપતિએ પ્રદુષણ બાબતે કહ્યું કે, હાઈડ્રોકાર્બન ઉર્જાના છેલ્લા દાયકામાં દુનિયાની શકલ બદલાઈ રહી છે. હવે આ જોખમ આપણા અસ્તિત્વ પર પણ છે. રાષ્ટ્રપતિ ભવનમાં થયેલ સંમેલનમાં 23 IIT, 31 NIT અને IIESTના ડાયરેક્ટરોએ ભાગ લીધો હતો.