આગરા: યુપી-રાજસ્થાન સરહદ પર કોંગ્રેસ અને યુપી સરકારની બસો પર થયેલું જકારણ 48 કલાક સુધી ચાલ્યું હતું. આખરે યુપી-રાજસ્થાન બોર્ડર પરથી મંગળવારે સાંજે પાંચ વાગ્યા પછી કોંગ્રેસે તેની તમામ બસો પાછી બોલાવી લીધી હતી.
પ્રિયંકા ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પછી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે, જો યુપી સરકારે બસોને આગરા બોર્ડરમાં પ્રવેશવાની મંજૂરી ન આપી તો કોંગ્રેસ તેની 500થી વધુ બસો પાછી ખેંચી લેશે. કોંગ્રેસના તમામ નેતાઓ અને રાજસ્થાન સરકારના તબીબી રાજ્ય પ્રધાન સુભાષ ગર્ગ પણ આખો દિવસ સ્થળ પર રહ્યાં, પરંતુ પાછળથી તેઓએ પણ પાછા જવું પડ્યું.
સોમવારે સવારે રાજસ્થાનના જુદા જુદા જિલ્લાથી બસોને કોંગ્રેસ દ્વારા એકત્ર કરી ભરતપુર લાવવામાં આવી હતી અને અહીંથી ફરી યુપી રાજસ્થાન સરહદ પર, ગામ નાગલા નજીક એક કતારમાં ગોઠવાઈ હતી. કારણ કે આગરા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે આ બસોને આગ્રાની સીમામાં પ્રવેશવા દીધી ન હતી. આગરા જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, નવી માર્ગદર્શિકા મુજબ આંતર-રાજ્ય બસ પરિવહન માટે પાસ ઇશ્યૂ કરવો જરૂરી છે, પરંતુ કોંગ્રેસ પાસે આ પાસ ન હતો.
કોંગ્રેસની જીદ હતી કે બસોને અંદર પ્રવેશવા દેવાય. બોર્ડર પર કોંગ્રેસના નેતાઓએ ધરણા પણ કર્યા પરંતુ તેનું કોઇ પરિણામ આવ્યું નહીં. અને મંગળવારે સવારે રાજસ્થાન યુપી બોર્ડર પર રાજસ્થાનના તમામ ધારાસભ્યો અને પ્રધાનો પહોંચી ગયા જ્યારે યુપી સરકારે પણ વધારે પોલીસને તૈનાત કરી દીધી.
સરકારે બસોને આગરામાં પ્રવેશવા દીધી ન હતી અને આ જ કારણ હતું કે, પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, જો સાંજે 4 વાગ્યા પછી સરકાર તરફથી મંજૂરી નહીં મળે તો તે પરત બસોને લઇ લેશે. અને અંતે 48 કલાક સુધી ચાલ્યું. આખરે યુપી-રાજસ્થાન બોર્ડર પરથી મંગળવારે સાંજે પાંચ વાગ્યા પછી કોંગ્રેસે તેની તમામ બસો પાછી બોલાવી લીધી હતી.