ETV Bharat / bharat

નવી શિક્ષણ નીતિ આમૂલ પરિવર્તનનું કારણ બની શકે છે, જાણો કેવી રીતે? - ઇન્સ્ટીટ્યુશન્સ ઓફ એમીનન્સ (IoE) યોજના

માહિતી અને જ્ઞાનના વિસ્તારના આ સમયમાં કોઈપણ દેશનો વિકાસ તેના રોકાણ અને શીક્ષણ માટેની તેની વ્યુહરચના સાથે સીધી રીતે જોડાયેલો છે. કુલ નોંધણીનો ગુણોત્તર (GER) વધારવાની વાત હોય, યુવાનોની ક્ષમતા અને તેની કાબેલીયતને વધારવાની વાત હોય કે દેશને સંપૂર્ણપણે વિકસીત રાષ્ટ્ર તરફ લઈ જવાની વાત હોય, તકોમાં વધારો કરવો, વ્યુહરચનાને અસરકારક રીતે લાગુ કરવી, તેમજ શીખવા અને શીખવવાની પદ્ધતિમાં નવીનતા લાવવી એ જ મુખ્ય ચાવી છે. તેવામાં આપણી શીક્ષણ પદ્ધતિમાં નવી શીક્ષણનીતિ (NEP) લાગુ કરવાનો ભારત સરકારનો નિર્ણય આવકારવા લાયક છે.

The new education policy
The new education policy
author img

By

Published : Aug 3, 2020, 1:05 PM IST

હૈદરાબાદ :માહિતી અને જ્ઞાનના વિસ્તારના આ સમયમાં કોઈપણ દેશનો વિકાસ તેના રોકાણ અને શીક્ષણ માટેની તેની વ્યુહરચના સાથે સીધી રીતે જોડાયેલો છે. કુલ નોંધણીનો ગુણોત્તર (GER) વધારવાની વાત હોય, યુવાનોની ક્ષમતા અને તેની કાબેલીયતને વધારવાની વાત હોય કે દેશને સંપૂર્ણપણે વિકસીત રાષ્ટ્ર તરફ લઈ જવાની વાત હોય, તકોમાં વધારો કરવો, વ્યુહરચનાને અસરકારક રીતે લાગુ કરવી, તેમજ શીખવા અને શીખવવાની પદ્ધતિમાં નવીનતા લાવવી એ જ મુખ્ય ચાવી છે.

તેવામાં આપણી શીક્ષણ પદ્ધતિમાં નવી શીક્ષણનીતિ (NEP) લાગુ કરવાનો ભારત સરકારનો નિર્ણય આવકારવા લાયક છે. ડો. કસ્તુરીરંગનના માર્ગદર્શન હેઠળ લાંબી ચર્ચા વિચારણા બાદ કેટલાક ખ્યાતનામ લોકો દ્વારા નવી શીક્ષણનીતિનો દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો છે. આ દસ્તાવેજના ડ્રાફ્ટને થોડા સમય માટે લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે જેથી લોકો પણ પોતાના વિચારોનુ યોગદાન તેમાં આપી શકે. ત્યાર બાદ કેન્દ્રની કેબીનેટમાં માન્ય થયેલી નીતિને સંસદમાં રજૂ કરવામાં આવશે.

વિલંબ થયો પરંતુ આખરે મંજૂર જરૂર થઈ:

એ માનવુ અઘરૂ છે કે મહાન આશાઓ અને અકાંશાઓ ધરાવતા દેશને પોતાની શીક્ષણ વ્યવસ્થાને સુવ્યવસ્થીત કરવામાં ત્રણ દાયકાથી વધુ સમય લાગી ગયો. આ સમય દરમીયાન વિશ્વભરમાં ઘણુ જ બદલાયુ. આ સમય દરમીયાન કમ્પ્યુટરથી સંચાલીત ટેક્નોલોજી પર વિશ્વના દેશોનું અવલંબન વધ્યુ, આદાનપ્રદાનની અસરકારક પદ્ધતિઓનો વિકાસ થયો તેમજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેની સરળતામાં વધારો થયો. યુવાનોના બદલાતા વલણ સાથે થયેલા બદલાવની સરકારે આલોચના કરી છે. કમ સે કમ વર્તમાનની યુવાશક્તિના સપનાઓને સાકાર કરવા માટે સરકારે NEP પર સાવચેતીપૂર્વક કામ કર્યુ છે. NEP લાગુ કરીને સરકારે સારા શીક્ષણ માટે ભારતમાંથી વિદેશમાં જતા યુવાધનને દેશમાં જ રહીને અભ્યાસ કરવા માટેનું એક નક્કર કારણ આપ્યુ છે.

સુચના અને માહિતીના આદાન-પ્રદાન માટે માતૃભાષાના ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે:

NEP લાગુ થવાની સાથે શાળા કોલેજ અને યુનિવર્સીટી કક્ષાએ કેટલાક મહત્વના ફેરફારો આવશે. ઓછામાં ઓછુ ધોરણ પાંચ સુધી, અને ત્યાર બાદ શક્ય હોય તો આગળના વર્ષોમાં પણ માતૃભાષાના માધ્યમથી જ શીક્ષણ આપવાની સરકારની હિમાયતને કારણે સૌથી મોટો બદલાવ પ્રાથમીક શીક્ષણમાં આવશે. તેલુગુ ભાષા બોલતા રાજ્યોમાં પ્રખ્યાત એવુ ઇન્ટરમીડીયેટ એજ્યુકેશન હવે શાળાના શીક્ષણનો ભાગ બનશે જે કેટલાક અન્ય રાજ્યો અને કેન્દ્રીય કક્ષાના શીક્ષણમાં પહેલેથી જ સ્કુલ શીક્ષણનો જ એક ભાગ હતો. કેટલાક દેશોને તેમની માતૃભાષાના માધ્યમથી જ પ્રાથમીક શીક્ષણ આપવાની વ્યવસ્થાને કારણે ખુબ મોટો ફાયદો થયો છે. જાપાન, જર્મની, ફ્રાન્સ, કોરીયા અને ચીન તેના શ્રેષ્ઠ ઉદાહરણો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે આ દેશોનુ પ્રદાન અન્ય કેટલાક દેશો કરતા ખુબ વધારે છે. આ પ્રકારના અનુભવોમાંથી શીખવુ ખુબ જરૂરી છે.

ઉચ્ચ અભ્યાસ માટે માન્ય કરાયેલા કેટલાક ગુણાત્મક ફેરફારો:

ઉચ્ચ અભ્યાસ માટે સમીતિ દ્વારા સુચવવામાં આવેલા અને કેબીનેટનામ માન્ય કરવામાં આવેલા કેટલાક ફેરફારો ઉચ્ચ અભ્યયાસના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં સુગમતાનું કારણ બનશે. અન્ડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ત્રણ કે ચાર વર્ષનો અને પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ એક કે બે વર્ષનો હોઈ શકે છે. ચાર વર્ષની સ્નાતકની ડીગરી બાદ રસ ધરાવતા વિદ્યાર્થીને સંશોધન માટે માન્ય ગણાય છે અને જેના થકી વિદ્યાર્થી Ph.D માટે કાબેલ બને છે. તો બીજી તરફ આ અભ્યાસક્રમમાં કેટલાક એવા ટાસ્કને સામેલ કરવામાં આવ્યા છે જેના થકી વિદ્યાર્થી ચાર વર્ષની આ ડીગરી દરમીયાન પ્રોજેક્ટ વર્કના અનુભવ બાદ અહેવાલ લખવાનો અનુભવ મેળવી શકે. નવી શીક્ષણનીતિમાં હાલની સીસ્ટમથી એ રીતે અલગ પડે છે કે તેમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારના અભ્યાસક્રમો ઉપલબ્ધ કરવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ જે સંસ્થામાં નામ નોંધાવ્યુ છે માત્ર તેમાંથી જ નહી પરંતુ તેની સાથે સાથે અન્ય કોઈપણ સંસ્થામાંથી તે આ અભ્યાસક્રમનો અભ્યાસ કરી શકે છે. આ એક એવી વ્યવસ્થાની વાત કરવામાં આવી છે કે જે વર્ષોથી યુવાનોનું સ્વપ્ન રહ્યુ છે. વિદ્યાર્થીઓને એવી સગવડ પણ આપવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ સંપૂર્ણ અભ્યાસક્રમ અથવા અભ્યાસક્રમના એક ભાગને ઓનલાઇન પણ પૂર્ણ કરી શકે છે.

શીક્ષણમાં શ્રેષ્ઠતાનું નિર્માણ અને સંવર્ધન:

મજબૂત શીક્ષણ કેન્દ્રો બનાવવાની પ્રતિબદ્ધતાથી કામ કરી રહેલી સરકારનો ધ્યેય NEP દ્વારા યુનિવર્સીટી સાથે સંલગ્ન ન હોય તેવી સ્વાયત કોલેજોને પ્રોત્સાહન આપવા માટેનો છે. કોઈ પણ સંસ્થાને સ્વાયત બનવા માટે તેની પાસે પ્રામાણીકતાનો પ્રમાણ હોવુ જોઈએ. જે સંસ્થાઓ ગુણવત્તાની ખાતરી, સારી માળખાગત સુવિધાઓ તેમજ શીક્ષણ અને શીખવાની પદ્ધતિમાં સ્વસ્થ બદલાવ કરશે તેને હવે પ્રામાણીકતાના ઉંચા ગુણ આપવામાં આવશે. જે સંસ્થાએ આ લક્ષણો પહેલેથી જ બતાવ્યા છે તેમને છેલ્લા પાંચ વર્ષના ગાળામાં તેમની સ્વાયતતાના વધતા સ્તર સાથે તેમને ઉંચા ગુણો આપવામાં આવ્યા છે. ઇન્સ્ટીટ્યુશન્સ ઓફ એમીનન્સ (IoE) યોજના હેઠળ આ સંસ્થાઓના સશક્તિકરણ માટે પહેલેથી જ કેટલાક મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત ભારતની નાલંદા અને તક્ષશીલાના સમયને પાછો મેળવવા માટે કેટલીક IoEને દુનિયાની કેટલીક શ્રેષ્ઠ યુનિવર્સીટીને સમકક્ષ બદલાવ લાવવાનુ લક્ષ્ય આપવામાં આવ્યુ હતુ.

Covid-19ના કટોકટીના સમયને તકમાં તબદીલ કરવાનુ ધ્યેય:

NEPથી મળતા વેગ સાથે સરકારોએ Covid-19ની મહામારીને એક તક તરીકે જોવી જોઈએ. Covid-19ને કારણે વિશ્વભરમાં કેટલાક શૈક્ષણીક આયોજનો પર પાણી ફરી વળ્યુ છે અને આ મહામારીને કારણે એક વર્ષ વ્યર્થ જવાની ભીતિ પણ દેખાઈ રહી છે. સંસ્થાઓએ દુનિયામાં કોઈપણ જગ્યા પર રહેલા વિદ્યાર્થીને ડીગરી મેળવવાની તક આપવાના ધ્યેય સાથે તેમની માહિતી અને પ્રસારની ટેક્નોલોજીને વધુ વિસ્તૃત અને વિશાળ બનાવવાની જરૂર છે. આ પ્રકારનું માળખુ તૈયાર કરીને 2035 સુધીમાં GER માં 50% જેટલો વધારો કરવાના ધ્યેયને 2035 પહેલાજ પહોંચી વળવામાં સફળતા મળે તેવી પણ શક્યતા છે. આ પદ્ધતિમાં ઓનલાઇન શીક્ષણ માટે વિસ્તૃત અભ્યાસક્રમ તૈયાર કરવા માટે શીક્ષકોને તાલીમ આપવાની પણ જરૂર પડશે. માહિતીની સામગ્રી અને તેના વિતરણની ગુણવત્તામાં કોઈ સમાધાન કર્યા સીવાય પદ્ધતિથી માહિતીને નવી પદ્ધતિથી કેવી રીતે તૈયાર કરવી તે માટે તાલીમ મેળવવાની પણ જરૂર છે. NEPના અમલીકરણ માટે રાજ્ય સરકારો સાથે મળીને યોગ્ય યોજનાઓ સાથે NEPને શરૂ કરવાના ભારત સરકારના પ્રયત્નો પ્રસંશાને પાત્ર છે. NEP અસલમાં મોટા પરીવર્તનનું કારણ બની શકે તે માટેની સરકારની પ્રતિબદ્ધતા તરીકે આ પગલાને જોવુ જોઈએ. NEPના અમલીકણના પ્રથમ દસ વર્ષમાં તેના તાત્કાલીક ફાયદાની આપણે આશા રાખી શકીએ છીએ.

- પ્રોફેસર. અપ્પા રાઓ પોડિલ

વાઇસ ચાન્સેલર & જેસી બોઝ ફેલો યુનિવર્સીટી ઓફ હૈદરાબાદ

હૈદરાબાદ-500 046, તેલંગાણા, ભારત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.