નોઇડાઃ ગૌતમ બુદ્ધ નગર જિલ્લાની એકમાત્ર એકલૈતા હોસ્પિટલ નોઈડાના સેક્ટર 38માં બનાવવામાં આવી છે. જેના પર આશરે 600 કરોડનો ખર્ચ હોવાનું જાણવા મળ્યુ છે. હોસ્પિટલની અંદરની તમામ સુવિધાઓ જાહેર જનતા માટે કરવામાં આવી હતી.
હોસ્પિટલનું નામ ઘણી વખત સરકારે બદલી નાખ્યુ છે, પરંતુ સુવિધાઓ હજી પણ કોઈપણ પ્રાથમિક અને સાામુદાય આરોગ્ય કેન્દ્ર કરતા વધુ ખરાબ છે. જેનું જીવંત ઉદાહરણ ગુરુવારે રાત્રે જોવા મળ્યું હતુ, જ્યાં બાળજન્મથી પીડિત એક મહિલા આવી હતી અને તેને ભરતી કરવાને બદલે હોસ્પિટલના ડોકટરો અને કર્મચારીઓએ નકારી દીધી હતી.
જેના કારણે એવું જાણવા મળ્યુ છે. કે મહિલાએ હોસ્પિટલના ગેટ પર જ બાળકને જન્મ આપ્યો હતો. જ્યાં બાળકનું મોત નીપજ્યું હતું. આ કેસમાં સીએમએસ કહે છે કે તપાસ હાથ ધરવામાં આવી છે, જે દોષી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હોસ્પિટલની બેદરકારીથી દુનિયામાં આવ્યા પછી એક નિર્દોષનું મોત નીપજ્યું હતું, આ માટે કોણ જવાબદાર છે તે અંગે જિલ્લા હોસ્પિટલ વહીવટીતંત્ર પણ ચુપ છે..
હોસ્પિટલની બેદરકારીથી માસુમનુ મોત..
શૈલેન્દ્ર નામની વ્યક્તિ તેની 23 વર્ષની પત્ની પૂનમને ગુરુવારે રાત્રે 10 વાગ્યે સેક્ટર 45 સદરપુર સરકારી જિલ્લા હોસ્પિટલમાં લઈ આવ્યો હતો, જ્યાં હોસ્પિટલ સ્ટાફે તેને પ્રસૂતિ વિભાગમાં મોકલી આપ્યો હતો.
જ્યારે નર્સિંગ સ્ટાફ દ્વારા પોસ્ટ કરાયેલી મહિલાનું બ્લડ પ્રેશર ચેક કરતા 160 અને 112 આવ્યુ હતુ .તેવું કહેવામાં આવી રહ્યું છે, કે મહિલાનું બ્લડ પ્રેશર ખૂબ વધારે હતું, તેમ છતાં કોઈ પણ ડોક્ટર સ્ટાફ દ્વારા મહિલાની સંભાળ રાખવામાં આવી ન હતી અને તેમને કહેવામાં આવ્યુ હતું કે, ગ્રેટર નોઈડાની જિમ્સ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા..
પતિ મહિલાને ગેટ પાસે પહોંચતાની સાથે જ મહિલાની પ્રસુતી પીડા થતા અને તેણે ઘટના સ્થળે જ એક બાળકીને જન્મ આપ્યો હતો. અને પીડિતએ તેની પત્ની અને મૃત બાળકને છોડી જતો રહ્યો હતો.
આ મામલો પકડતાં જિલ્લા હોસ્પિટલના વહીવટીતંત્રનો હાથ ખસી ગયો હતો અને હોસ્પિટલનાં તમામ રજિસ્ટર તપાસવામાં આવ્યાં હતાં. આપને જણાવી દઈએ કે પ્રારંભિક તબક્કે હોસ્પિટલના કર્મચારીઓએ કહ્યું હતું કે આવી કોઈ મહિલા હોસ્પિટલમાં નથી આવી, પરંતુ જ્યારે પ્રસૂતિ વિભાગના રજિસ્ટરની તપાસ કરવામાં આવી ત્યારે મહિલાનું નામ, પતિનું નામ અને તેનું સરનામું પણ મળી આવ્યું હતું. . પીડિતાએ આ મામલે હજી સુધી ફરિયાદ કરી નથી.
હોસ્પિટલના CMS જણાવ્યુ..
જ્યારે ઇટીવી ભારતની ટીમે જિલ્લા હોસ્પિટલના CMS વંદના શર્મા સાથે વાતચિત કરતા જાણવા મળ્યુ કે, જિલ્લા હોસ્પિટલની બેદરકારીને લીધે મહિલાનો ઇલાજ ન કરતા મહિલાએ હોસ્પિટલના ગેટ પર જ બાળકને જન્મ આપ્યો હતો અને બાળકનું મોત થયુ હતુ.
દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે..
પરંતુ તેઓએ જવાબ આપ્યો ન હતો કે, હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા આવી બેદરકારી કેમ કરવામાં આવી! કારણ કે, આ પહેલા પણ હોસ્પિટલમાં આવી ઘટનાઓ બની ચુકી છે.