કોલકાતાઃ કોરોના વાઇરસ સંક્રમણની વચ્ચે કોલકાતા મેટ્રો ફરીથી ટ્રેન ચલાવવાની યોજના બનાવી રહી છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે કોલકાતા મેટ્રો પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે.
સમગ્ર દેશમાં કોરોના મહામારીને લીધે લાગેલા લોકડાઉનની વચ્ચે કોલકાતા મેટ્રો રેલવે પોતાની સેવાઓ ખરાબ થવા પર પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે, જેથી બે ફુટ અંતરનું પાલન વ્યવસ્થિત રીતે થઇ શકે. આ માહિતી કોલકાતા મેટ્રોના એક અધિકારીએ આપી હતી.
શહેરમાં મેટ્રો સેવાઓ ફરીથી શરુ કરવા માટેની તૈયારીઓ શરુ થઇ ચૂકી છે અને એ વાત પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે, સ્ટેશન અને ટ્રેનની અંદર સામાજિક અંતરના નિયમોનું પાલન સારી રીતે થઇ શકે.
અધિકારીએ જણાવ્યું કે, એ સુનિશ્ચિત કરવા માટે કે ટ્રેનોમાં ભીડ એકઠી ન થાય અને કોચમાં પ્રવાસીઓ સામાજિક અંતરના નિયમોનું પાલન કરે, તે માટે મેટ્રો રેલવે પ્રવાસીઓની સંખ્યામાં એક તૃતીયાંશ સુધી કાપ કરી શકે છે.
મેટ્રો રેલવે સેવાઓ ફરીથી શરુ કરવા પર કેન્દ્રના દિશા-નિર્દેશોનું પાલન કરવામાં આવશે.
કોલકાતા મેટ્રોના પ્રવક્તા ઇન્દ્રાણી બેનર્જીએ કહ્યું કે, અમે બિનજરુરી યાત્રાને બંધ કરવા અને ભીડ ઘટાડવા માટેની યોજનાઓ બનાવી રહ્યા છે.
તેમણે કહ્યું કે, મહેસુલ ખોટ હોવા છતાં પ્રવાસીઓની સુરક્ષા માટે બધા જ નિયમોનું પાલન કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, બધા જ પ્રવાસીઓનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે અને માસ્ક પણ અનિવાર્ય હશે.