ETV Bharat / bharat

સંરક્ષણ સ્ટાફના વડા, તેમનું સૈન્ય કામકાજ - Led by CDS

ન્યૂઝ ડેસ્ક: વર્ષ 2001માં કારગિલ સમીક્ષા સમિતિએ અવલોકન કર્યું હતું કે, 'ચીફ ઑફ સ્ટાફ કમિટીના વડાઓ (COSC)ના આજ દિન સુધીના કામકાજથી સરકારને એક મુદ્દાની સૈનિક સલાહ આપવાની અને આંતર સેવા સિદ્ધાંત, આયોજન, નીતિ અને સંચાલનના મુદ્દાઓ પૂર્ણ રીતે ઉકેલવામાં ગંભીર નબળાઈ છતી થઈ છે. 'આ અવલોકન પછી પ્રધાનોનો એક સમૂહ રચાયો હતો. તેમણે સરકારને એક મુદ્દાની સૈનિક સલાહ આપવા માટે સંરક્ષણ સ્ટાફના વડા (ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ)ની નિમણૂંક કરવાની ભલામણ કરી હતી.

ETV BHARAT
સંરક્ષણ સ્ટાફના વડા-તેમનું સૈન્ય કામકાજ
author img

By

Published : Dec 30, 2019, 9:00 AM IST

રાજકીય ખચકાટના લગભગ 20 વર્ષ પછી, સરકારે હવે CDSની નિમણૂંકને મંજૂરી આપી દીધી છે. CDSની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વતંત્રતા દિનના વક્તવ્યમાં પહેલાં જ કરી દીધી છે, પરંતુ CDSને કંઈ જવાબદારીઓ સોંપાશે તેની રાહ જોવાઈ રહી છે. આ જવાબદારીઓથી નક્કી થશે કે, નિમણૂંકથી સેનામાં વાસ્તવિક સુધારો આવશે અને તેની અસરકારકતા વધશે કે કેમ.

CDSનું પદ બનાવવા પર સત્તાવાર અખબારી યાદી આ નિમણૂંકના કામકાજની રૂપરેખા આપે છે અને તેમાં તેમણે અનુસરવાના પથનો સારો દૃષ્ટિકોણ અપાયેલો છે. તે એમ પણ બતાવે છે કે, સરકાર CDSને ભવિષ્યના સૈન્ય સુધારાઓ માટેના ચાલક બળ તરીકે ગંભીરતાથી જોઈ રહી છે. મને કેટલાક મહત્ત્વના વિસ્તારો પ્રત્યે અંગુલિનિર્દેશ કરવા દો જેનું CDS દ્વારા નેતૃત્વ કરાશે.

સંચાલન, પ્રશિક્ષણ, હેરફેર, સમર્થક સેવાઓ વગેરેમાં સંયુક્તપણું લાવવા માટે CDSને ત્રણ વર્ષની સ્પષ્ટ સમયરેખા આપવામાં આવી છે. હાલમાં, ત્રણેય સેવાઓમાં ચોક્કસ પ્રકારનું અંતર છે. કારણ કે, દરેક તેની પોતાની હેરફેર, પ્રશિક્ષણ અને સમર્થક સેવાઓ ચલાવે છે. આ સેવાઓની અલગ પ્રશિક્ષણ સંસ્થાઓ છે, ભલે તેમને જે સાધનો માટે પ્રશિક્ષિત કરાય છે તે સમાન જ હોય. સેવાઓ દ્વારા પ્રાપ્ત કરતા સંચાર સાધનો પર ખૂબ ઓછું સંકલન છે અને એકબીજા વચ્ચે સંકલનનો અભાવ સમસ્યા બને છે. વધુ સંયુક્તપણાથી માનવશક્તિની બચત જ નહીં થાય, પરંતુ અસરકારકતા પણ સુધરશે.

CDSની અન્ય એક મહત્ત્વની ભૂમિકા સંયુક્ત/થિયેટર કમાન્ડની સ્થાપના દ્વારા સંચાલનોમાં એકતા લાવવા માટે સૈન્ય કમાન્ડની પુનર્રચનામાં સુવિધા પણ કરવાની છે. એકીકૃત થિયેટર કમાન્ડના અભાવના લીધે સંયુક્ત આયોજનમાં અને સંચાલનો હાથ ધરવામાં સહક્રિયતામાં અવરોધ ઊભા થયા છે. હાલમાં, ભારત પાસે તેની ઉત્તરીય સરહદે ચીનના એક જ પશ્ચિમી થિયેટર કમાન્ડનો સામનો કરતા ભૂમિ દળ અને વાયુ દળના સાત કમાન્ડ છે. થિયેટર કમાન્ડ સ્થાપવા સામે સેનાની અંદર કેટલોક પ્રતિરોધ છે. પરંતુ આશા છે કે, CDS આ ખૂબ જ અગત્યના મુદ્દા પર સર્વસંમતિ સાધી શકશે.

CDS મૂડી પ્રાપ્તિઓ (વિમાનો, જહાજો, ટેન્કો, ઇત્યાદિ)ને પણ આંતર સેવા પ્રાથમિકતાઓ આપશે. સંરક્ષણ અંગેનું અંદાજપત્ર તંગ રહેતું હોય ત્યારે એ જરૂરી છે કે, આપણે સૈન્ય ક્ષમતા પર અખંડ દૃષ્ટિ કરીએ, નહીં કે અલગ-અલગ સેવાલક્ષી કાર્ય દ્વારા તેને નિહાળીએ. એ હકીકત છે કે ભૂમિ, નૌ અને વાયુ દળમાં ઘણી ઉણપો છે. પરંતુ તમામ જરૂરિયાતો હાલના અંદાજપત્ર ફાળવણી દ્વારા પૂરી નહીં થઈ શકે, આથી પ્રાથમિકતાઓ નિર્ધારિત કરવી પડશે.

આગામી યુદ્ધોમાં માહિતી, સાઇબર હુમલાઓ, અંતરિક્ષ યુદ્ધ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા રહેશે. આ એવા વિસ્તારો છે, જે સેવાઓની સરહદોને ઉપર લઈ જાય છે, પરંતુ તેના તરફ બહુ ઓછું ધ્યાન ગયું છે. CDS જરૂરી ભંડોળ સાથે આ ક્ષમતાઓ પર ધ્યાન લાવી શકે છે.

શું સરકાર CDSની ભૂમિકા સાથે જરા વધુ મહત્ત્વાકાંક્ષી હોઈ શકે? મારા મત મુજબ, 'કોઈ સૈન્ય કમાન્ડનો પ્રયોગ કરવો....જેથી રાજકીય નેતૃત્વને નિષ્પક્ષ સલાહ આપવા સક્ષમ બનાવવા માટે તે સક્ષમ હોય...' તેમાંથી CDSને બહાર રાખવા- તે વિરોધાભાસી નિવેદન છે. કમાન્ડ કાર્યની બહાર હોવાથી, CDSનો સંચાલન આયોજનમાં બહુ ઓછો પ્રભાવ રહેશે. આથી કટોકટીના કાળ દરમિયાન નિષ્પક્ષ સલાહ આપવા માટે CDS પાસે મહત્ત્વની સંચાલનકીય માહિતી નહીં હોય. છેવટે, રાજકીય નેતાઓ સેવાના વડાઓને સાંભળશે જે સૈનિકો અને સર્જિકલ સ્ટ્રાઇક કરતા વાયુ સૈનિકો પર વર્ચસ્વ ધરાવે છે.

સંતુલનની વાત કરીએ તો, CDSની નિમણૂંકથી અનેક ફાયદાઓ થશે. તે ત્રણેય સેનાઓની એકતાને મજબૂત કરશે, સંકીર્ણતા ઘટાડશે અને સંરક્ષણ અંદાજપત્રને સંતુલિત કરશે. જો કે, સૈન્ય સુધારાનો માર્ગ ઘડતી વખતે, CDSને અમલદારો, સંરક્ષણ આર્થિક સલાહકારો અને સેવાના વડાઓ જેઓ તેમને અત્યારસુધી મળતી આવેલી પરંપરાગત સત્તાઓ પૈકીની કેટલીક ગુમાવશે, તેમની પાસેથી સમર્થન જોઈશે.

- સેવાનિવૃત જનરલ ડી એસ હુડ્ડા (તેઓએ 2016માં જમ્મુ કાશ્મીરના ઉરી હુમલામાં સર્જીકલ સ્ટ્રાઈકની કમાન સંભાળી હતી.)

Intro:Body:

done 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.