મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યની તમામ વિશ્વવિદ્યાલયોને ગુરુવારના રોજ અંગદાન સપ્તાહની ઉજવણી અને અંગદાનની જરૂરિયાત માટે લોકોને જાગૃત કરવાની અપીલ કરી છે.
દર વર્ષે આજના દિવસે એટલે કે 13 ઑગસ્ટના રોજ ‘વિશ્વ અંગદાન દિવસ’ ઉજવવામાં આવે છે.
રાજભવનમાંથી બહાર પડાયેલા નિવેદન મુજબ રાજ્યપાલે રાજ્યની તમામ વિશ્વવિદ્યાલયોના કુલપતિને વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારી અને સામાન્ય નાગરિકોને ગુરુવારથી 20 ઑગસ્ટ સુધી અંગદાન વિશે જાગૃતિ ફેલાવવા માટેની અપીલ કરી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રધાન સચિવે રાજ્યપાલના નિર્દેશનની કુલપતિને જાણકારી આપી છે. નિવેદન અનુસાર કેટલાક વિશ્વવિદ્યાલયોને સૂચિત કરવામાં આવ્યું છે કે, ગુરુવારથી જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.